Abtak Media Google News

કોરોનાની મહામારીને લઈ ગામે ગામ મેડિકલ સુવિધાઓ ઓછી પડી રહી હોવાની વ્યાપક ફરિયાદો ને ધ્યાને લઇ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી આશરે 2 કરોડના ખર્ચે 11 એમ્બ્યુલન્સ ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, ભાયાવદર, પોરબંદર, માણાવદર, કેશોદ અને બાટવા નગરપાલિકા તેમજ જામકંડોરણા અને કુતિયાણા આરોગ્ય કેન્દ્રને 50 લીટર ઓક્સિજન સાથેની 108 જેવી સુવિધા વાળી એમ્બ્યુલન્સનું લોકાર્પણ ગોંડલ રમાનાથ ધામ ખાતે કરવામાં આવ્યું હતું.

Fb5667Da 712B 4290 9209 E12Ffdf47Bb0

આજે ગોંડલ, જેતપુર, ઉપલેટા, ભાયાવદર, પોરબંદર અને કેશોદની એમ્બ્યુલન્સ આવી ગઈ છે, જ્યારે એક બે દિવસમાં બાકીની પાંચ એમ્બ્યુલન્સ પણ આવી જશે, અને મેડિકલ સુવિધાના કામે લાગી જશે તેવું સાંસદ રમેશભાઈ એ જણાવ્યું હતું.

રામનાથ ધામ ખાતે યોજાયેલ એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ગણેશસિંહ જાડેજા તેમજ ઉપરોક્ત વિધાનસભા ક્ષેત્રના પ્રમુખો આગેવાનો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.