Abtak Media Google News

કોરોના મહામારી સામે સમગ્ર વિશ્ર્વ વસુધેવ કુટુમ્બકમ્ની ભાવના સાથે યુદ્ધે ચડ્યું છે ત્યારે ભારતને માનવીય સહાય આપવા માટે સમગ્ર વિશ્ર્વના દેશો એક બાદ એક આગળ આવી રહ્યાં છે. સોમવારે ભારતના 3 યુદ્ધ જહાજો મુંબઈના બંદરે ઓક્સિજન અને જરૂરી સંશાધનો સાથે સમુદ્ર સેતુ-2 ખાતે આવી પહોંચ્યા હતા. આઈએનએસ, ત્રિકાંડ મુંબઈના બંદરે 40 મેટ્રીક ટન પ્રવાહી ઓક્સિજનના સીલીડરો સાથે કતારના દોહાના હમાદ પોર્ટથી રવાના થઈને ભારત આવી પહોંચ્યું હતુ. આ ઉપરાંત ફ્રાન્સ અને કતારે ભારતને કોરોના સામેની લડતમાં મદદરૂપ થવાનું વચન પાળી બતાવ્યું હતું.

ભારત અને ફ્રાન્સના સહયોગથી 600 મેટ્રીક ટન જેટલું પ્રવાહી ઓક્સિજન આગામી 2 મહિનામાં મોકલવામાં આવશે. હવે પછી આઈએનએસ કોલકતા, નવા મેંગ્લોર ખાતે 27 મેટ્રીક ટનના 400 સીલીન્ડર સાથે આવી પહોંચશે. કતાર અને કુવેત દ્વારા ભારતને સતતપણે ઓક્સિજન અને જરૂરી સંશાધનોની મદદ કરવામાં આવી રહી છે.

હવે પછી આઈએનએસનું યુદ્ધ જહાજ ઐરાવત વિશાખાપટ્ટનમમાં 20 મેટ્રીક ટનની ક્ષમતાવાળા સાઈકલોજેનીક ટેન્ક અને 3898 સીલીન્ડર ઓક્સિજનની કિટ, 10,000 રેપીટ એન્ટીજન ટેસ્ટ કીટ, 450 પીપીઈ સુટ સહિતનો માલ લઈ સીંગાપુરથી આવી પહોંચ્યું હતું.

આ ત્રણેય યુદ્ધ જહાજો ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત પ્રવાહી ઓક્સિજન અને ઓક્સિજન સંલગ્ન ચીજવસ્તુઓ મિત્ર રાષ્ટ્રોમાંથી પ્રશાંત મહાસાગર અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાંથી ભારતમાં લાવવા માટે કુવેત અને ભ્રુનેય જેવા દેશોમાંથી લાવવાનું મિશન ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.