Abtak Media Google News

દેશમાં ચાલતી કોરોના મહામારી સામે ડોક્ટરો પરિવારની ચિંતા કાર્ય વગર લોકોને બચાવવામાં લાગ્યા છે. જ્યાં કર્ણાટકમાં એક ડોક્ટર મોલમાં લોકોને માસ્ક ના પહેરવા માટે કહે છે. આ ડોક્ટર વિરુદ્ધ કેસ દર્જ કરવામાં આવ્યો છે. ડોક્ટરનો વિડિઓ સોશ્યિલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે.

વિડિઓ મેંગલુરુના એક મોલ માં રહેલી ગ્રોસરી શોપનો છે. જેમાં અન્ય ગ્રાહકો ડો. શ્રીનિવાસને માસ્ક પહેરવાનું કહે છે, પણ ડોક્ટર એને માસ્ક પહેરવાની ના પાડી દે છે. આ પછી ડોક્ટર બિલ કાઉન્ટર પર જાય છે, ત્યાં પણ સ્ટોર મેનેજર માસ્ક પહેરવાનું સૂચન આપે છે.


ડોક્ટર મેનેજર સાથે વિવાદ કરવા લાગે છે, અને માસ્ક પહેરવું એ એક ‘મૂર્ખતા ભર્યો નિયમ’ છે તેવું કહે છે. ડોક્ટર વિડિઓમાં કહે છે કે, તે કોરોના પોઝિટિવ હતો, અત્યારે એક દમ સ્વસ્થ છે, તેનાથી અત્યારે કોઈ લોકોને ખતરો નથી. ત્યારે પણ મેનેજર ડોક્ટરને માસ્ક પહેરવું ફરજીયાત છે તેવું સૂચન આપે છે.


મેંગલુરના કમિશ્નર એન શશિ કુમાર આ બાબતે કહ્યું કે, ‘ સ્ટોર મેનેજર તરફથી ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. મહામારી એક્ટ સબંધિત ધારાઓ લગાડી કેસ દર્જ કરી લીધો છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.