Abtak Media Google News

ઓર્ગેનીકના નામે આડેધડ વેંચાણ:ચાર વેપારીઓને નોટિસ

ઉનાળાની સિઝનને અનુલક્ષીને આઇસ્ક્રિમનુ વેચાણ વધુ થતુ હોય, મહાપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા જુદી જુદી બ્રાંડ્ના તેમજ લુઝ આઇસ્ક્રિમના નમુના લઈ પ્રુથ્થ્કરણ માટે મોકલવામાં આવ્યા છે. કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગથી રીતે કેરી પકવવા અંગે ૧૪ આસમીઓને ત્યા ચેકીંગ કરવામાં આવ્યું હતું અને ૪ આસામીને નોટીસ આપવામાં આવી છે.

આજે ચેકીંગ દરમિયાન સંત કબીર રોડ પર ગઢિયા નગરમાં ભાવિન આઇસ્ક્રિમ માંથી ખૂશ્બૂ આઇસક્રીમ રાજભોગ આઇસ્ક્રિમ, ભક્તિન સ્ટેશન પ્લોટમાં કુલ કિંગમાંથી અફઘાની મેવા આઈસ્ક્રીમ, ફેવરિટ આઇસ્ક્રિમમાંથી કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ મોરબી રોડ જકાત નાકા પાસે ફિનિક્સ એજન્સીમાંથી ફિનીક્શ આઇસક્રીમ સ્પેશયલ થાબડી,ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં શ્રી સત્ય વિજય પટેલમાંથી બદામ પિસ્તા,ભક્તિનગર સોસાઈટી સર્કલમાં સોના રૂપા આઇસ્ક્રિમમાંથી અંજીર કાજુ અને ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આત્મીય એન્ટરપ્રાઇઝમાંથી વાડીલાલ કેસર પિસ્તા આઈસ્ક્રિમનો નમૂનો લેવામાં આવ્યો હતો.

જયારે સત્ય સાંઈ રોડ પર બાલાજી ફ્રુટ, કૈલાશ વેજીટેબલ એન્ડ ફ્રુટ,જમનભાઇ વલ્લભભાઇ ગધેસરીયા, નાના મવા રોડ પર પરીશ્રમ ફ્રુટ, અંબિકા ટાઉનશીપમાં રાજેશભાઇ ઉમરેટીયા, મહેશભાઇ શાંતીલાલ દેલવાડીયા, મવડીમાં વીકીભાઇ દેસાણી, બીપીનભાઇ સોરઠીયા, નોસાદભાઇ મનસુખભાઇ વાઢેર, વિક્રમ જનકભાઇ સોલંકી,નવનીત જે. સોલંકી, જયદીપ ભરતભાઇ સોલંકી, સંજય જેન્તીભાઇ સોલંકી, ગુણુભાઇ વેજાભાઇ સોલંકીને ત્યાં ચેકીંગ કરાયુ હતું.

સત્ય સાંઈ રોડ પર બાલાજી ફ્રુટ અને કૈલાશ વેજીટેબલ એન્ડ ફ્રુટને પરવાના બાબતે નોટીસ અપાઈ હતી. જમનભાઇ વલ્લભભાઇ ગધેસરીયા અને બીપીનભાઇ સોરઠીયાને ઓર્ગેનીક કેરી તરીકે વેચાણ કરવામાં આવતુ હતુ. ઓર્ગેનીક સર્ટીફીકેશન રજુ કરવા માટે નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.