Abtak Media Google News

કોરોના મહામારીને નાથવા માટે સરકાર દ્વારા રસીકરણ અભ્યાનને ખુબ વેગ આપવામાં આવ્યો છે. આ સાથે સમગ્ર દેશમાં વેક્સિનેશન સેન્ટરો શરૂ કરાયા. જેમાં રજીસ્ટ્રેશન કરી 18 વર્ષથી વધુ વયના બધા લોકોને રસી આપવામાં આવે છે. જયારે વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા કરતા WHOના ડોક્ટર વિનય કુમારએ દીવમાં વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લીધી.

ડોક્ટર વિનય કુમારે દીવમાં ઘોઘલા કમલેશ્વર સ્કૂલ, દીવ ફોર્ટ સ્કૂલ. વનકબારા જલારામ સ્કૂલ. જોલાવાડી પંચાયત,સાઉડ વાડી પંચાયત સેન્ટરોની મુલાકાત લીધી હતી. આ 5 સેન્ટરો પર વેકસીનેશનની કામગીરીની સમીક્ષા કરી અને ત્યાંના કર્મચારીઓને વેક્સીનને લગતા દિશા નિર્દેશ આપ્યા હતા.

Diu CenterWHOના ડોક્ટર વિનય કુમારે દિશા નિર્દેશ આપતા કહ્યું કે, ‘દીવમાં ચાલતા કોવીડ સેશનની મોનીટરીંગ કરવા માટે આવ્યા છે. ડોક્ટર સુલતાન સાહેબ અને હેલ્થ ટીમ સાથે એક મિટિંગ કરી છે. ઇમ્યુનાઇઝેશનમાં ગુણવતા જાળવવા અને તેમાં સુધારા લક્ષી બાબતો પર ચર્ચા કરી. તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરી ખુબ સારી રીતે ચાલવામાં આવી રહી છે.’

ડોક્ટર વિનયએ દીવની જાણતાને અપીલ કરતા જણાવ્યું કે, ‘ત્રીજી લહેરથી બચવા માટે બધા લોકોએ વેક્સીન લગાવવી ખુબ અગત્યની છે. જયારે દીવમાં રસીકરણ અભિયાન ખુબ સરસ રીતે ચાલી રહ્યું છે. અને આ અભિયાનનો બધા લોકો લાભ લે અને વેક્સીન લગાવે તે ખુબ જરૂરી છે. બધા લોકો વેક્સીન લગાવી પોતાને અને પોતાની આસપાસના લોકોને સુરક્ષિત કરે.’

વિનય કુમારે સમાજના આગેવાનોને પણ વેક્સીન લગાવવા અને રસીને લઈ જાણ જાગૃતિ ફેલાવવા અપીલ કરી. આ સાથે માસ્ક ફરજીયાત અને દિવસમાં 8 થી 10 વાર પોતાના હાથ સાફ કરે. ભીડભાડ વારી જગ્યા પર ઓછા જાવ અને સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરો જેથી આપણે કોરોનાને હરાવી શકીયે.

દીવમાં વેક્સિનેશન વિશે આંકડાકીય માહિતી આપતા કહ્યું કે, ‘ડોક્ટર સુલતાન સાથે મિટિંગ દરમિયાન જાણવા મળ્યું કે દીવમાં વેક્સીન લીધેલા લોકોનું પ્રમાણ 75% છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ જવા કરતા વેક્સીન લઈ સુરક્ષિત રહેવું એ સારી બાબત છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.