Abtak Media Google News

કોરોનાએ દરેક ક્ષેત્ર પર ગંભીર નકારાત્મક અસર ઊભી કરી છે. કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે મોંઘવારીએ માઝા મૂકી છે.ખાદ્ય ચીજ વસ્તુઓથી માંડી રોજબરોજની દરેક વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (એન.એસ.ઓ) દ્વારા વધતા જતા દરેક ચીજ વસ્તુના ભાવના સૂચક આંક રજૂ કરવામાં આવ્યા છે. જે મુજબ જથ્થાબંધ ભાવઆંકમાં જબબર ઉછાળો જોવા મળ્યો છે. એક તરફ ઇંધણના વધતા જતા ભાવ તો બીજી તરફ કોરોનાને કળ વળતા અનલોકની પ્રક્રિયા વેગવંતી બનતા માગમાં પણ વધારો જોવા મળ્યો છે.

ઈંધણ, મોંઘો કાચોમાલ અને પરિવહને ફુગાવાને રેકોર્ડ બ્રેક 12%એ અંબાવી દીધો!!

જથ્થાબંધ ભાવાંકમાં જબરો ઉછાળો!!

ઈંધણની સાથે મોંઘો કાચા માલ અને પરિવહન ખર્ચે ભારતમાં ફુગાવાના દરને રેકોર્ડ બ્રેક 12.9 ટકાએ અંબાવી દીધો છે. ખાદ્ય પદાર્થો અને પેટ્રોલ ડીઝલ સહિતના ઈંધણના જથ્થાબંધ ભાવ વધતાં મોંઘવારીનો દર મે મહિનામાં છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. મે માસ  દરમિયાન જથ્થાબંધ ફુગાવાનો દર 12.9%ની સપાટીએ પહોંચી ગયો છે. વધતી જતી આ મોંઘવારી ગ્રાહકોથી માંડી દરેક વ્યાપારી કે ધંધાર્થીને માર જરૂર પાડે છે પણ આ ભાવ વધારો એ પણ દર્શાવે છે કે બજારમાં માંગ વધી છે.

મોંઘવારીએ માજા મૂકી: છ મહિનાનો રેકોર્ડ તોડયો, ખાદ્ય ચીજ-વસ્તુઓનાં ભાવમાં મે માસમાં 6.3%નો વધારો

ઈંધણ અને વિજભાવનો સૂચકાંક એક માસમાં 20.94%એથી વધી 37.61%એ પહોંચ્યો

Screenshot 1 26

રૂપિયાની તરલતા વધી છે. કોરોના વાયરસની બીજી લહેર બાદ અર્થવ્યવસ્થામાં મજબૂતીકરણનો સંકેત આપે છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (એન.એસ.ઓ.) દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મે મહિનામાં વધીને 6.3% થયો છે, જે એપ્રિલમાં નોંધાયેલા સૂચક આંક કરતા 4.2% વધારે છે. ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવનો સૂચક આંક એપ્રિલમાં 2% હતો જે મે માસમાં વધીને  5% થઈ ગયો છે. ગ્રામીણ ફુગાવાનો દર 5.5% રહ્યો જ્યારે શહેરી ફુગાવાનો દર 6% રહ્યો છે. ઓઇલ અને ફેટની કિંમત મે માસ દરમિયાન 30.8% વધી જ્યારે ઇંડાના સરેરાશ વાર્ષિક ભાવ 15.2% વધ્યા છે.

ખાદ્યતેલના ભાવ વધારાની વાત કરીએ તો વૈશ્વિક ભાવ વધારા સહિતના અનેક પરિબળોને કારણે ખાદ્ય તેલના ભાવ સતત વધી રહ્યા છે જે ગૃહિણીઓ માટે ચિંતાજનક બન્યું છે. વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં વધારા તો આયાતી ડ્યુટીના કારણે મે મહિનામાં ઇંધણ અને વીજળીના ભાવ 9-વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે. તો આ ઉપરાંત કોરોનાકાળમાં દવાઓ, મેડિકલ સાધનોની આયાત-નિકાસના કારણે રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય પરિવહન ખર્ચ પણ વધુ થયો છે જેને કારણે પણ ભારતમાં ફુગાવાનો દર 12 ટાકાએ પહોંચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.