Abtak Media Google News

વિશ્વભરમાં કોરોના મહામારીએ બધા લોકોની આઝાદી છીનવી લીધી હતી. કોરોનાને નાથવા સમગ્ર વિશ્વેએ રસીનો સહારો લીધો છે. આ રસીઓમાં કોવૅક્સિન, કોવિશિલ્ડ અને સ્પુતનિક V રસીનો સમાવેશ કરવામાં આવે છે. આ સાથે કોરોના વાયરસનો ડેલ્ટા વેરીએન્ટ ખુબ જ સંક્રમિત અને ખતરનાક બન્યો છે. જયારે આ ડેલ્ટા વાયરસ સામે રક્ષણ મેળવવા રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ બે રસી કોરોનાની સામે એન્ટીબોડી તૈયાર કરી શકે છે

Vaccine 1 1લેસેન્ટના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો કે, ‘ભારતમાં મળી આવેલા કોરોનાના વેરિએન્ટ સામે રક્ષણ મેળવવા માટે ફાઈઝર અને એસ્ટ્રાજેનેકાની રસી અસરકારક નીવડી છે. આ સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, ‘ફાઈઝર- બાયોએનટેક અને એસ્ટ્રાજેનેકાના કોરોના વાયરસની રસી ડેલ્ટા વેરિએન્ટની વિરુદ્ધ અસરકારક છે. સ્કોટલેન્ડમાં કરવામાં આવેલા વિસ્તૃત સ્ટડીમાં જોવા મળ્યું કે ફાઈઝર બાયોએનટેક રસી શરીરમાં કોરોનાની સામે લડવા માટે એન્ટીબોડી તૈયાર કરી શકે છે. ડેલ્ટા વેરિએન્ટ સામે રસીના એક ડોઝ કરતા બે ડોઝ લેવા વધારે સુરક્ષીત છે.’

જાણો આ રસી કેટલા ટકા અસરકારક છે

એડિનબર્ગ અને સ્ટ્રૈથક્લાઈડ યુનિવર્સિટીની સાથે સાથે પબ્લિક હેલ્થ સ્કોટલેન્ડ સંશોધકોએ કહ્યું કે, ‘ફાઈઝર રસી કોરોના વાયરસના આલ્ફા વેરિએન્ટની વિરુદ્ધ 92 ટકા અને બીજા ડોઝના 14 દિવસ બાદ ડેલ્ટા વેરિએન્ટની વિરુદ્ધ 79 ટકા સુરક્ષા પુરી પાડી છે. જેની સરખામણીએ એસ્ટ્રાજેનેકા રસીના ડેલ્ટા વેરિએન્ટની વિરુદ્ધ 73 ટકા અને 60 ટકા સુરક્ષા જ પુરી પાડે છે.’

યુનિવર્સિટી ઓફ સ્ટ્રાથક્લાઇડમાં જાહેર આરોગ્ય રોગશાસ્ત્રના પ્રોફેસર ક્રિસ રોબર્ટસને જણાવ્યું હતું કે, ‘જો તમારો ટેસ્ટ પોઝિટિવ આવે તો રસીના બંને ડોઝ અથવા 28 દિવસમાં લેવામાં આવેલો એક ડોઝ હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 70% ઘટાડી શકે છે.’ આ બંને રસી હાલ ડેલ્ટા વાયરસ સામે રક્ષણ આપવામાં સક્ષમ સાબિત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.