Abtak Media Google News

શહેરના રેસકોર્સ રિંગ રોડ પર જિલ્લા પંચાયત ચોકમાં આજે સવારે ભારે વરસાદને કારણે એક વર્ષો જૂનું  ઝાડ ધરાશાયી થઈ જતા રસ્તો બ્લોક થઈ ગયો હતો.જોકે કોઈ જાનમાલની હાની જાવા પામી નહોતી.

ડે. મેયર ડો.દર્શીતા શાહ ઘટનાસ્થળે દોડી ગયા:તત્કાલ રસ્તો ક્લીયર કરાવ્યો

સવારે આવેલા જોરદાર  વરસાદના કારણે જીલ્લા પંચાયત ચોકમાં એક વર્ષો જુનું  ઝાડ પડી જતાં જીલ્લા પંચાયત ચોકથી ગિરનાર ટોકીઝ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને ટ્રાફિક જામ થઈ ગયો હતો.આ વાતની જાણ થતાં ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ  તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા તથા ગાર્ડન વિભાગના અધિકારીઓને સત્વરે કાર્યવાહી હાથ ધરવા તથા ઘટના સ્થળે ઝાડ પડી જવાને કારણે રસ્તો બંધ થઈ જતાં જામ થઈ ગયેલ ટ્રાફિક સત્વરે ચાલુ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.