Abtak Media Google News

તારક મહેતાની ફેમ એક્ટ્રેસ સોનું ઉર્ફે નિધિ ભાનુશાલીને આપણે ઓળખીએ જ છીએ. જેને થોડા સમય પહેલા જ તારક મહેતાનું પ્લેટફોર્મ છોડ્યું. નિધિ 12 વર્ષની હતી ત્યારથી જ ભીડેની દીકરી સોનું તરીકેની ભૂમિકા ભજવતી હતી. સોનુંનું પાત્ર સિરિયલમાં અત્યંત અનેરું હતું. તેને એક નિખાલસ સ્વભાવની અને શાંત છોકરી બતાવવામાં આવી હતી પરંતુ નિધિ રિયલ લાઈફમાં પોતાના કેરેક્ટરથી એકદમ વિરુદ્ધ છે. આપણે નિધિના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકીએ છીએ. તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાની મસ્તી-ભરી પોસ્ટ શેર કરતી હોય છે. હાલમાં નિધિ ભાનુશાલી ગુજરાતની ટ્રીપ પર આવેલી છે. તો જોઈએ તેનો ગુજરાતમાં ગ્લેમરસ અંદાજ:

બીચ પર દોડતી જોવા મળી

Screenshot200243768
ગુજરાતમાં પ્રવાસે આવ્યા બાદ નિધિ માધવપુર ઘેડના દરિયાકિનારે જોવા મળી ત્યાં તેણે ખૂબ જ મોજ-મસ્તી કરી છે દોડતી જોવા મળી હતી. આ વીડિયો શૅર કરીને નિધિએ કહ્યું હતું, સૂર્યાસ્તના અલગ-અલગ રંગ હોય છે વરસાદમાં સૂર્યાસ્તની અલગ જ સુંદરતા જોવા મળે છે. સૂરજ આથમે તે પહેલાં વાદળોની પાછળ છુપાઈ જાય છે અને કેટલાં સુંદર રંગો વિખરે છે. જ્યાં સુધી અંધારું નથી થતું ત્યાં સુધી આખું આકાશ સુંદર રંગોથી ભરાઈ જાય છે.

ગુજરાતમાં 3 મહિનાની ટ્રીપ કરે તેવી શક્યતા:

નિધિ ગુજરાતમાં પોતાના મિત્ર તથા ડોગી સાથે રોડ ટ્રીપ પર નિકડી છે. મળતી માહિતી મુજબ તે 2 થી 3 મહિના ગુજરાતમાં ટ્રીપ કરે તેવી શ્ક્યતા છે. રિયલ લાઈફમાં નિધિ ખૂબ જ સાહસિક છે એવું તેના પાસેથી જ જાણવા મળ્યું છે. આ પહેલાં નિધિએ પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો જેમાં તે દરિયા કિનારે ખડકોની વચ્ચે બેસીને ગેસ સ્ટવ પર કૂકરમાં રસોઈ બનાવી હતી. તેની સાથે તેનું ડોગી પણ જોવા મળ્યું હતું આ ઘટના પરથી સાચે જ કહી શકાય છે નિધિ હરવા-ફરવાની અને એડવેન્ચર કરવાની ખૂબ જ શોખીન છે.

Images 7

નિધિ ભાનુશાલીના એડવેન્ચર વિશે વધુ માહિતી મેળવતા તેની માતાએ જણાવ્યુ કે ‘નિધિ પોતાના ડોગ વગર કોઈ પણ સ્થળે જઈ શકે નહીં તેનો ડોગી પ્રત્યેના લગાવના કારણે જ તે પોતાના ડોગને બધે જ સાથે લઈ જાય છે. તેણે મને આશ્વસાન આપ્યું છે કે જે રીતે તે પોતાનું ધ્યાન રાખે છે, તેટલી જ ગંભીરતાથી ડોગનું ધ્યાન રાખશે. તે મુંબઈથી નીકળી હતી. તેનો પ્લાન લેહ લદ્દાખ સુધી જવાનો છે. આ જર્નીમાં તે મહારાષ્ટ્રના દહાણુ વિસ્તાર તથા બીચ પર રોકાઈ હતી. હવે તે ગુજરાત તરફ નીકળી છે. ત્યાંથી તે રાજસ્થાન થઈને ઉત્તરના અનેક રાજ્યોમાંથી પસાર થઈને હિમાચલ તરફ આગળ વધશે. આ ટ્રિપમાં તેને 2-3 મહિના થશે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.