Abtak Media Google News

ધો.9 થી 12 બંધ કરવાનો નિર્ણય લેવાતા  કસ્તુરબા ગાંધી ક્ધયા વિદ્યાલયની છાત્રાઓ અને વાલીઓનું કલેકટરને આવેદન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા મુકામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે જેમાં ધોરણ 6 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે છે KGBV યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલા વર્ગની દીકરીઓ જે ભણતર છોડી દે છે તેમને રહેવા જમવાની મફત સગવડ આપી બાળકીઓમાં શિક્ષણ સ્તર ઊંચું આવે તેવા આશયથી તત્કાલીન કેન્દ્ર સરકારે આ યોજના અમલમાં મૂકી હતી જેમાં અભ્યાસ અધુરો મુકેલી બાળકીને પહેલા, સિંગલ પેરેન્ટ્સ હોય તેવી બાળકીને અને ઇઙક કાર્ડ ધારક વાળીના બાળકીને જ પ્રવેશ પાત્રતા હોય છે.

KGBV ભાટિયા શિક્ષણ, સંસ્કૃતિક કાર્યક્રમો, રમત ગમત બધી જ બાબતોમાં રાજ્યમાં 4 ક્રમ ધરાવતી શાળા છે જિલ્લા, રાજ્ય કક્ષાએથી જ્યારે જ્યારે ઇન્સ્પેકસન આવ્યું ત્યારે ત્યારે ગ્રેટ રિમાર્ક આપીને ગયું તેવી શાળા એટલે ભાટિયા KGBV. આ શાળામાં જિલ્લા જેન્ડર ના રાગ – દ્વેસ ને કારણે ક્ધયાઓ નો ભોગ લેવાયો છે એવો  વાલીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે વાલીઓ અને વિદ્યાર્થીનીઓના કહેવા મુજબ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા તંત્ર એમ કહે છે કે કોરોના ના કારણે અને પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે શાળામાં ધોરણ 9, 10, 11, 12 બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ત્યારે સવાલ એ છે કે ક્ધયા કેળવણીની  ગુલબાંગો ફુક્તિ સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મુદ્દે કેમ  ચૂપ બેસી ગયા છે. વાલીઓએ ચૂંટાયેલા જિલ્લાના પ્રતિનિધિઓ, જીલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, સચિવ  સર્વ શિક્ષા અભિયાન, શિક્ષણમંત્રી મુખ્યમંત્રી, ને અનેક લેખિત રજૂઆતો કરવા છતાં કોઈબજ ઉકેલ ન આવતા ન છૂટકે આજે વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ એકત્રિત થઈ આક્રોશ સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર આપતા રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીનીઓ ભાવુક થઈ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી હતી

BPL ધારક ગરીબ કે  સિંગલ પેરેન્ટ્સ હોય તેવી બાળકીઓ માટે સરકારની સારી યોજના હોવા છતાં આ યોજના મુજબ સંખ્યામાં ઘટાડો કરવાનો નહિ પણ જરૂર પડે ત્યારે 300 સુધી સંખ્યામાં વધારો કરવાની યોજના હોવા છતાં 120 વિદ્યાર્થીનીઓના ભવિષ્યને અંધકારમાં શા માટે ધકેલવામાં આવી રહ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન છે વાલીઓએ અને વિદ્યાર્થીનિઓએ કહ્યું હતું લે જો આવતા સોમવાર સુધીમાં કોઈ જ હકારાત્મક નિર્ણય નહિ આવે તો અમો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV સામે અનિશ્ચિત કાલીન પ્રતીક ઉપવાસ પર બેસી જઈશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.