Abtak Media Google News

મ્યુકરમાઇકોસિસના દર્દીઓને અપાતા એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનના રાજ્યવ્યાપી કૌભાંડ અંગે કાળાબજારી કરતી ગેંગનો રાજકોટ પોલીસે પર્દાફાશ કરી અગાઉ 14 વોન્ટેડ આરોપીઓને પકડી લીધા હતા. આ કૌભાંડમાં ફરાર ચુડાના રાકેશ હરેશ ગોંડલિયા(ઉ.વ.32)નામના શખ્સને પોલીસે અંતે ઝડપી લીધો છે. આ શખ્સે 60 ઇન્જેક્શનની સુરતથી વ્યવસ્થા કરી આપ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ રાકેશ જેતપુરમાં સિદ્ધપુરા ગાયનેક હોસ્પિટલમાં દસ વર્ષથી નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતો હતો આ રાજ્યવ્યાપી કૌભાંડમાં અગાઉ પકડાયેલા સાગર ચમન કિયાડાએ તેને 60 ઇન્જેક્સનની વ્યવસ્થા કરાવી આપવાનું કહેતા તેને સુરતમાં દવા કંપનીમાં નોકરી કરતા અમિત કોરાટનો સંપર્ક કરી તેની પાસેથી દસ હજાર લેખે 27 ઇન્જેકસન મંગાવી સાગરને આપ્યા હતા.

બાદ તેને જેતપુરમાં રહેતા પરિચિત દીપુ જોગીએ 29 ઇન્જેકસન સાતસો રૂપિયા લેખે આપ્યા હતા.જે પણ તેને સાગરને આપ્યા હતા જેથી એસઓજી સુરતના અમિત અને જેતપુરના સાગરની ભૂમિકા તપાસી રહી છે. આ કૌભાંડના કેસમાં આગામી પાંચ દિવસમાં ચાર્જશીટ કરવાની મુદત સમાપ્ત થઇ રહી છે.ત્યારે તે પહેલા આખરી આરોપીને એસઓજીએ ઝડપી પાડયો છે.પરંતુ પુછતાત્મા વધુ આરોપીઓની સડોણવી ખુલે તેવી શક્યતા દરસાવામાં આવી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.