Abtak Media Google News

સ્વિમિંગ પુલની સફાઈ કામગીરી શરૂ: શહેરીજનોમાં ઉત્સાહ

જામનગર સહિત રાજયભરમાં કોરોનાના કેસ તળિયે પહોંચતા સરકાર દ્વારા 60 ટકા સાથે સ્વીમીંગ પુલ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. જેના પગલે જામનગર માં સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આવેલા સ્વીમીંગ પુલની મનપા દ્વારા સફાઇ હાથ ધરવામાં આવી છે. તોફાની પવન સાથે વરસાદના કારણે સ્વીમીંગ પુલમાં વૃક્ષના પાંદડા, ડાળી સહિતનો કચરો પડયો હોય તેની સફાઇ કરવામાં આવી છે.

સ્વીમીંગ પુલમાં 18 લાખ લીટર પાણી ઠલવાશે. સરકારે 60 ટકા સાથે સ્વીમીંગ પુલ શરૂ કરવાની છૂટ આપી છે પરંતુ પુલની ક્ષમતા કે સ્વીમીંગ કરવા આવતા લોકોના 60 ટકા તે સ્પષ્ટ ન કર્યું હોય મનપા ચોકકસ ગાઇડલાઇનની રાહ જોઇ રહી છે. જામનગરમાં ઘણાં લાંબા સમય પછી મહાનગર પાલિકાનો સ્વીમીંગ પુલ શરૂ થઇ રહ્યો છે. આથી સ્વીમીંગ પુલમાં નિયમિત રીતે તરવા જતા શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પરંતુ રાજય સરકાર દ્વારા સ્પષ્ટ ગાઇડલાઇન જાહેર કરવામાં ન આવતા મહાનગરપાલિકાના અધિકારીઓ સ્વીમીંગ પુલમાં કેટલા લોકોને બોલાવવા તે અંગે મૂંઝવણમાં મૂકાયા છે અને સરકારની સ્પષ્ટ ગાઇડલાઇનની રાહ જોઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.