Abtak Media Google News

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું… પાળીયા થઈને પુજાવું…

ખેડૂતોના હામી એવા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને બીજી પૂણ્યતિથિએ સૌરાષ્ટ્રવાસીઓએ આપી સેવાકાર્યો થકી શ્રધ્ધાંજલી

ખેડૂતોના હામી એવા વિઠ્ઠલભાઈ રાદડીયાએ જીવનમાં ક્યારેય એવી મહત્વકાંક્ષા રાખી ન હતી કે, તેઓની હયાતીમાં અને હયાતી ન હોય ત્યારે પણ તેઓને લોકો પૂજે માત્ર સમસ્યા હલ કરવા માટે પાળીયા થઈ જવાનો પણ તેઓ બુલંદ ઈરાદો ધરાવતા હતા. માત્ર ખેડૂતો જ નહીં પરંતુ છેવાડાના માનવી માટે કાળજા કેરા કટકા એવા વિઠ્ઠલભાઈ રાદડીયાની બીજી પૂણ્યતિથિએ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ‘સાવજ નું કાળજુ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. બીજી પૂણ્યતિથિએ આજે સૌરાષ્ટ્રવાસીઓએ વિવિધ સેવાકીય કાર્યો થકી દાસને શ્રધ્ધાંજલી અર્પી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે બપોરે જેતપુરની મુલાકાતે આવી રહ્યાં છે. પૂર્વ સાંસ્દ અને પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાની દ્વિતીય પુણ્યતિથિ નીમીતે જેતપુરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા યોજનારા રકતદાન કેમ્પમાં હાજરી આપશે અને વિઠ્ઠલભાઇના જીવન કવન પર આધારીત ‘સાજજનું કાળજુ’  પુસ્તકનું વિમોચન કરશે દરમિયાન આગામી બીજી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીનો 65મો જન્મદિન હોય તેઓ પોતાના જન્મદિવસની ઉજવણી માદરે વતન રાજકોટમાં સેવાકીય કાર્યો સાથે કરશે.

સૌરાષ્ટ્રના કદાવર ખેડુત નેતા અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની આજે દ્વિતીય પુણ્યતિથિ છે. જેના અનુસંધાને આજે સૌરાષ્ટ્રમાં ગામે ગામ રકતદાન કેમ્પ યોજાઇ રહ્યા છે. જેતપુરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 3 કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ હાજરી આપી રકતદાતાઓનો ઉત્સાહ વધારાશે.

જેતપુરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્ત સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના જીવન કવન પર આધારીત પુસ્તક ‘સાવજનું કાળજુ’ નું વિમોચન કરશે આ પુસ્તકમાં જાણીતા લેખક અને જીએએસ કેડરના અધિકારી રવજીભાઇ ગાબાણીએ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની રાજકારણ સાથે સમાજ સેવાની જીવન શૈલી પોતાની કલમ દ્વારા પુસ્તકમાં ઉતારી છે આ પુસ્તકનું વિમોચન જેતપુર લેઉવા પટેલ સમાજ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે જેમાં રાજય સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ખાસ ઉ5સ્થિત રહેશે.

પુસ્તક વિમોચન કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, ભાજપના પ્રદેશ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોધરા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, રાજુભાઇ હિરપરા, દિનેશભાઇ ભુવા, જશુબેન કોરાટ સહીતના અગ્રણીઓ ઉ5સ્થિત રહેશે.

આગામી સાતમી ઓગષ્ટના રોજ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે રાજય સરકાર દ્વારા 1 ઓગષ્ટથી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. આગામી બીજી ઓગષ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો જન્મદિવસ છે. પોતાના જન્મદિનની ઉજવણી મુખ્યમંત્રી  માદરે વતન રાજકોટમાં કરશે. સેવાકીય કાર્યો સાથે જન્મદિન ઉજવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.