Abtak Media Google News

સૌરાષ્ટ્રના જુજારૂ ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના જાજરમાન વ્યક્તિત્વની આત્માને ઉજાગર કરતા પુસ્તક ‘સાવજનું કાળજું’નું તેમની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે આવતીકાલ તા.29મીને ગુરૂવારે બપોરે 3.00 કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિમોચન કરવામાં આવનાર છે. આ પુસ્તક વિમોચન માટે સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના મતવિસ્તાર જેતપુર ખાતે તેમના દ્વારા જ નિર્મિત લેઉવા પટેલ સમાજ પાર્ટી પ્લોટમાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની ઉ5સ્થિતિમાં ખાસ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલ છે.

જાણીતા લેખક અને ગેસ કેડરના અધિકારી રવજીભાઇ ગાબાણીએ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની રાજકારણ સાથે સમાજ સેવાની જીવનશૈલીને પોતાની કલમ દ્વારા પુસ્તકમાં ઉતારી છે અને આ પુસ્તકમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાના જીવનની અનેક એવી હૃદ્યસ્પર્શી ઘટનાઓ, લોકસેવા માટેનો સંઘષ અને ખેડૂતો માટેની તેમની પીડાને વાચા આપી છે. ‘સાવજનું કાળજું’ પુસ્તક ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રજાના હૃદ્યમાં પડેલી અમીટ સંવેદનાઓનો લેખિત દસ્તાવેજ બની રહેશે તેવું લેખક રવજીભાઇ ગાબાણીએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઇ રાદડીયાના રાજકીય અને સામાજીક જીવનમાં એવી અનેક ઘટનાઓ બની છે કે જેના કારણે લોકો તેમને સિંહના કાળજા વાળો માણસ માનતા હતાં. લોકોની આ જ સંવેદનને મેં કલમ થકી પુસ્તકમાં ઉતારી છે. આ પુસ્તકમાં અનેક સેવા પ્રસંગો પણ ઉજાગર કર્યા છે કે, વિઠ્ઠલભાઇના વિશાળ વ્યક્તિત્વથી અજાણ લોકો પણ પુસ્તક વાંચ્યા બાદ તેમના વ્યક્તિત્વને કાયમ યાદ રાખશે.

જેતપુર ખાતે આવતીકાલે યોજાનાર આ પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં જયેશભાઇ રાદડીયા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોધરા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભા ખાચરીયા, માજી ધારાસભ્ય જયરાજસિં જાડેજા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, ગોવિંદભાઇ રાણપરિયા, રાજુભાઇ હિરપરા, જયંતિભાઇ રામોલીયા, દિનેશભાઇ ભુવા, જશુબેન કોરાટ, ભુપતભાઇ સોલંકી, વેલજીભાઇ સરવૈયા, ખીમજીભાઇ બગડા વિગેરે ઉપસ્થિત રહેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.