Abtak Media Google News

રાજ્યભરમાં રોજગારી પૂરી પાડવા માટે સરકાર અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે હવે આ ક્ષેત્રે વધુ એક ડીજીટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે જેમાં ફેસબુક પર લેબર એન્ડ એમ્પ્લોમેઇન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા અનુબંધમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેથી હવે કંપની અને રોજગાર મેળવવા ઇચ્છુક લોકોને એકબીજા સાથે સીધો સંપર્ક થઇ શકશે.

અનુબંધમ પોર્ટલમાં કંપનીઓ પોતાની વેકેન્સી રજૂ કરશે. જ્યારે રોજગાર મેળવવા માટે ઇચ્છતા લોકો પોતાની આવડત તેમાં નોંધાવશે. જેના દ્વારા કં5નીને જે રીતે એમ્પ્લોયની જરૂરીયાત હોય તે રીતે સીધા જ પોર્ટલ થ્રૂ પોતાની જરૂરીયાત પ્રમાણેના એમ્પ્યોયની માહિતી મેળવી શકશે. એવી જ રીતે બીજી બાજુ રોજગારની શોધમાં ફરતાં લોકો પણ પોતાનું બાયોડેટા રજીસ્ટ્રર કરાવ્યાં બાદ પોતાની આવડત પ્રમાણેની નોકરી પોર્ટલ પર સીધી જ જોઇ શકશે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અનુબંધમ પોર્ટલ દ્વારા હવે રોજગાર મેળવવા માટે ઇચ્છતા લોકોને પોતાની આવડત પ્રમાણેની નોકરી મળી શકશે. જ્યારે કંપનીઓને પણ એ જ રીતે પોતાના જરૂરીયાત પ્રમાણેના એમ્પ્લોય મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.