Abtak Media Google News

બેંકોમાં આજથી એટલે કે 19 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી સતત 5 દિવસની રજા રહેશે. જો કે, ધ્યાનમાં રાખો કે આ બેંક રજાઓ એક જ સમયે તમામ રાજ્યો માટે લાગુ પડશે નહીં. દરેક રાજ્યમાં અલગ અલગ દિવસે ઓગસ્ટમાં બેંક રજા જાહેર કરવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં સ્થાનિક જરૂરિયાત મુજબ રજાઓ જાહેર કરવામાં આવી છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નોટિફિકેશન મુજબ તમામ બેંકો મહિનાના બીજા અને ચોથા શનિવાર અને રવિવારે બંધ રહે છે. આ નિયમ સરકારી અને ખાનગી બંને બેંકોમાં લાગુ પડે છે.

19 ઓગસ્ટ – મોહરમ (આશુરા) – અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેંકો બંધ,  ઓગસ્ટ 20 – મોહરમ / પ્રથમ ઓણમ – બેંગ્લોર, ચેન્નઈ, કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ, 21 ઓગસ્ટ – તિરુવોનમ- કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ, ઓગસ્ટ 22- રવિવાર, 23 ઓગસ્ટ – શ્રી નારાયણ ગુરુ જયંતી – કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.

જો આપણે આગામી રજાઓની વાત કરીએ તો 28 ઓગસ્ટ મહિનાનો ચોથો શનિવાર છે, જેના કારણે બેન્કો બંધ રહેશે. આ સિવાય 29 ઓગસ્ટે રવિવાર હોવાને કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે. અમદાવાદ, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસે બેન્કો બંધ રહેશે. શ્રી કૃષ્ણ અષ્ટમીના કારણે હૈદરાબાદમાં બેન્કો 31 ઓગસ્ટના રોજ કામ કરશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.