Abtak Media Google News

અબતક, વિનાયક ભટ્ટ, ખંભાળીયા

ખંભાળીયાનાં ગઢવી શખ્સ દ્વારા પોરબંદર હોટલમાં દવા પી આત્મહત્યા કરી હોય એ પહેલા તેમણ વિડિયો વાયરલ કરી મોતની સોડ તાણવામાં તેમને મજબૂર કરનાર ચારના નામ જાહેર કરતા પોલીસે આ ચારેયને એરેસ્ટ કર્યા છે.મરનારે અગાઉ દશ માસ અગાઉ એક આધેડનું નિવસ્ત્ર કરી ફૂલેકુ ફેરવ્યાના પ્રકરણના પડઘા પડયા હતા જે પ્રકરણ સંદર્ભે જ આ બનાવ બન્યો હોવાનું મૃતકે આખરી નિવેદનમાં જણાવ્યું હતુ.

ખંભાળીયામાં એક જ સમાજના બે પક્ષકારો ભારા ગઢવી તથા ચંદુ ગઢવી વચ્ચે કોઈ બાબતે અગાઉ વૈમનસ્ય સર્જાયું હતુ જેથી ભારા ગઢવી તથા તેમના અન્ય ત્રણ ભાઈઓ દ્વારા ચંદુ ગઢવીને તદન નિર્વસ્ત્ર કરી ઉભી બજારમાં ફેરવવામાં આવ્યાનું પ્રકરણ ખંભાળીયાના ઈતિહાસમાં ઐતિહાસિક બની ગયું ત્યારથી જ બંને પક્ષ વચ્ચે વૈમનસ્ય લાવા માફક ઉકળી રહ્યું હતુ અને બંને પક્ષકારો દ્વારા એકબીજાને ભરી પી જવાની તક જતી કરતા નહતા.

જે મુજબ મરણ જનાર ભારા ગઢવીએ એક દિવસ પૂર્વે પોરબંદરની એશીયાટીક હોટલમાં રોકાણ કર્યું હતુને રાત્રે બે વિડિયો બનાવી વાયરલ કર્યા હતા જેમાં તેમણે આ મુજબની દાસ્તાન જણાવી હતી.

નિર્વસ્ત્ર પ્રકરણ સર્જાયાબાદ ફરિયાદી ચંદુ ગઢવી દ્વારા અમારા વિરૂ ધ્ધ અરજી કરવામાં આવે છે. આ પ્રકરણમાંથી ખસી જવા માટે રૂ .૨ કરોડ માંગે છે. છેલ્લે ૧.૫૦ કરોડ સુધી માંગણી મૂકે છે. વારંવારની આવી માંગણીથી કંટાળીને હું સ્યુસાઈડ કરૂ  છું મારા મોત બાદ ચંદુ ગઢવી તેમની પત્ની લક્ષ્મીબેન તેમનીમાતા જીવીબેન તથા ભાઈ ને છોડશો નહિ તેમને પોલીસ કે કોર્ટ જામીન આપશો નહિ નહિતર આ તમામ મારા પરિવાર શાંતિથી રહેવા દેશે નહિ વિડિયોમા આ મુજબ સ્પષ્ટ પણે નામો જાહેર કર્યા હોવાના આધારે પોલીસ દ્વારા ચંદુ ગઢવી સહિત ચારેયને એરેસ્ટ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.