Abtak Media Google News

અબતક-જય વિરાણી,કેશોદ

કેશોદ તાલુકાના અખોદડ ગામે બોકડીયા વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં ચોમાસામાં ઓજત સાબલી તથા ટીલોળી સહીત ત્રણ નદીઓના પુરના પાણી ખેડુતોના ખેતરોમાં ફરી વળતા લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા હોવાથી ખેડુતોની ખેત પેદાશો દર વર્ષે નિષ્ફળ જાય છે.

ખેડુતો દ્વારા છેલ્લા બે વર્ષથી તંત્રને રજૂઆત કરવામા આવે છે છતાં પાણીના નિકાલનો પ્રશ્ન હલ થયો ન હોવાથી અખોદર ગામના બોકડીયા વિસ્તારના ખેડુતોએ ગ્રામ પંચાયતના લેટરપેડમાં ખેડુતોની સહીઓ સાથે ડે. કલેકટર મામલતદાર પાણી પુરવઠા અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

ખેડુતોના ખેતરોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે ખેતરોની બાજુમાં આવેલ રસ્તાની બાજુમાં સરકારી પડતર જમીનમાં પાણીના નિકાલ માટે ગટર કરી આપવામાં આવે તેવી ખેડુતોએ માંગ કરી છે અને જો ખેડુતોના ખેતરોમા  ભરાયેલા પાણીના નિકાલનો પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં નહી આવે તો ખેડુતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.