Abtak Media Google News

નિફટીમાં પણ 110 પોઈન્ટનો ઉછાળો: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 12 પૈસા મજબૂત

ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી વણથંભી તેજી આજે યથાવત રહેવા પામી છે. મંગળવાર જાણે બજાર માટે મંગળકારી સાબીત થઈ રહ્યો હોય તેમ આજે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષમાં તોતિંગ ઉછાળા જોવા મળ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 12 પૈસા મજબૂત બનતા બજારમાં તેજીને વેગ મળ્યો હતો. આગામી દિવસોમાં ભારતીય શેરબજાર 60,000ના માઈલ્ડ સ્ટોનને ક્રોસ કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

Advertisement

આજે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષો રેડ ઝોનમાં ખુલ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત મજબૂતી હાસલ કરી રહ્યો હોવાના કારણે બજારમાં તેજીને વેગ મળ્યો હતો. આજે ઈન્ટ્રાડેમાં સેન્સેકસે 58819 અને નિફટીએ 17511 પોઈન્ટની સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી. આજની તેજીમાં જેએસડબલ્યુ સ્ટીલ, ઓએનજીસી, બજાબ ફાયનાન્સ અને ઈન્ડુસીન્ડ બેંકના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે મારૂતિ સુઝુકી, હિરો મોટોકોપ, બીપીસીએલ અને બજાજ ઓટો જેવી કંપનીના શેરો તેજીમાં પણ તૂટ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત મજબૂતાઈ હાસલ કરી રહ્યો છે.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 350 પોઈન્ટના ઉછાળા સાથે 58840 અને નિફટી 108 પોઈન્ટના ઉછાળા સાથે 17705 પોઈન્ટ પર ટ્રેડ કરી રહી છે. બુલીયન બજારમાં આજે બેતરફી માહોલ રહ્યો હતો. સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીના ભાવમાં ઉચાળો રહ્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 12 પૈસાની મજબૂતાઈ સાથે 73.62 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.