Abtak Media Google News

અબતક,રાજકોટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા  AIMIMના વડા અસદુદીન ઓવૈસીના આંટાફેરા વધી ગયા છે. જેના કારણે કોંગ્રેસની ચિંતા પણ વધી રહી છે. કોંગ્રેસ ઓવૈસીને ભાજપની બી ટીમ ગણાવી રહી છે કોંગ્રેસના મુસ્લિમ   મતદારોને તોડવા માટે ભાજપ ઓવૈસીનો ઉપયોગ કરી  રહી છે.  ઓવૈસીનું મુસ્લિમ કાર્ડ કોંગ્રેસ માટે દોઝખ સાબિત થાય તેવી દહેશત પક્ષને વર્તાય રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી આવતા ઓવૈસીના આંટાફેરા અને કોંગ્રેસની ચિંતા વધી

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર મુસ્લીમ મતદારોનું વર્ચસ્વ છે. તેવી 80 બેઠકો પરથી ચૂંટણી લડવાની  જાહેરાત  ઓવૈસીની પાર્ટી દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા  અસદુદીન  ઓવૈસીના આંટાફેરા ગુજરાતમાં વધતા  કોંગ્રેસની ચિંતામાં  પણ વધારો થઈ રહ્યો છે.

તેમની પાર્ટી કોંગ્રેસના મતો કાપે છે. જેનો સિધો ફાયદો ભાજપને થાય છે.  આથી કોંગ્રેસ AIMIMને ભાજપની બી ટીમ ગણાવી રહ્યું છે. હવે જયારે વિધાનસભાની ચૂંટણીની તૈયારી  પણ કોંગ્રેસ શરૂ કરી નથી ત્યાં ઓવૈસીના પગ પેસારાથી પંજાની ચિંતામાં વધારો થયો છે.

કોંગ્રેસના નારાજ કોર્પોરેટરે પ્રદેશ નેતાઓ પર રાજકીય દબાણ લાવવા ઔવેસી સાથે બેઠક યોજી હતી જેના કારણે રાજકારણ ગરમાયુ છે. અસદુદ્દીન ઓૈવેસીની અમદાવાદ મુલાકાતને પગલે મતોમાં ધ્રુવિકરણની રાજકીય ચાલ સફળ થઈ છે કેમ કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં વિપક્ષપદ મેળવવા આંતરિક ખેંચતાણ જામી છે.

કોર્પોરેટર શહેઝાદ પઠાણે વિપક્ષપદ મેળવવા માંગ કરી છે, પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે હજુ સુધી આ મામલે કોઈ વિચારણા કરી નથી. આજે નારાજ મ્યુનિ.કોર્પોરેટર શહેઝાદ પઠાણે ખાનપુર સિૃથત હોટલમાં ઓવેસી સાથે બેઠક યોજી હતી. અમદાવાદની મુલાકાતે આવેલા ઔવેસીને પોલીસે સાબરમતી જેલ જતાં અટકાવ્યા હતાં કેમ કે, તેઓ યુપીના ગેંગસ્ટરને મળવા જેલની મુલાકાત લેવાના હતાં. આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતના આંટાફેરા શરૂ કર્યા છે. જોકે, અમદાવાદની મુલાકાત વેળાએ ઓવૈસીએ યુપીના બાહુબલી ગેંગસ્ટર અતિક અહેમદને મળવા નક્કી કર્યુ હતું. પણ સાબરમતી જેલ સત્તાવાળાઓએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.

આ ઉપરાંત પોલીસે પણ ઐાવેસીને સાબરમતી જેલ જતાં અટકાવ્યા હતાં. સાથે સાથે રિવરફ્રન્ટથી સાબરમતી જેલ, પ્રેમ દરવાજાથી દરિયાપુર સહિત વિસ્તારમાં રોડ શો સુધ્ધા રદ કરી દેવાયો હતો.

આ ઉપરાંત રિવરફ્રન્ટ, સુભાષબ્રિજ, પ્રેમ દરવાજા, દરિયાપુર સહિતના વિસ્તારમાં રોડ-શો પણ કેન્સલ કરી દેવાયો હતો. આ કારણોસર ઔવેસીના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડયો હતો. સાંજના બદલે બપોરે જ ટાગોરહોલમાં કાર્યકર્તા સંમેલન યોજવુ પડયુ હતું. મોડી સાંજે ઔવેસી શાહઆલમ દરગાહની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.