Abtak Media Google News

ડો. બી.આર. આંબેડકરે 1912માં બી.એ. ની પરીક્ષા પાસ કરી વડોદરાના રાજયની દસ વર્ષની નોકરી કરવાની શરતે વડોદરાના મહારાજાની સ્કોલરશીપ મેળવીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની કોલંબીયા યુનિવર્સિટીમાં ગયા ઉચ્ચ અભ્યાસ કરી ડીગ્રી મેળવી 1917માં ભારત પરત ફર્યા. શરત  મુજબ વડોદરા રાજયમાં નોકરી માટે હાજર થયા ભીમરાવની તેજસ્વીતા જોઇ વડોદરાના મહારાજાએ લશ્કરી સચિવના હોદા પર નિયુકિત કર્યા. ર3 સપ્ટેમ્બર 1917 નો સુરજ હંમેશાની જેમ જ ઉગ્યો હતો પણ આ દિવસ ભારતમાં ઐતિહાસિક બની જશે એ લોકોને પણ કલ્પના ન હતી.

ભીમરાવ આંબેડકર વડોદરાની નોકરી છોડી સાંજ ના પ વાગ્યાની ગાડીમાં મુંબઇ જવા નીકળ્યા પણ ટ્રેન ચાર કલાક મોડી હતી તેથી આંબેડકર સાહેબ વડોદરાના કમાટી બાગ હાલના સયાજી બાગમાં એક વૃક્ષ જે બૌઘ્ધિ વૃક્ષ નીચે હતાશ દશામાં બેઠા અને ચોઘાર આંસુએ ખુબ જ રડયા પણ ત્યાં છાનું રાખનાર કોણ હોય? પણ રડવાથી શું વળશે તેમ સમજી સ્વસ્થ થયા અને મનોમંથન કર્યુ કે, મારા જેવા એક ભણેલા  ગણેલા વિદેશની ઉચ્ચ ડીગ્રી લીધેલા અને સર્વ રીતે કે, મારા જેવા એક ભણેલા ગણેલા વિદેશની ઉચ્ચ ડીગ્રી લીધેલા અને સર્વ રીતે યોગ્ય હોવા છતાં મારી સાથે આવો અમાનવીય વ્યવહાર થાય છે.

મારાથી અભડાય છે, તો ગામડામાં વસ્તા મારા સમાજના અભણ બાંધવોની શું હાલત હશે ત્યારે જ ભીમરાવ આંબેડકરે મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે મારા સમાજને આ અસ્પૃશ્યતાની ગુલામીમાંથી બહાર કાઢીશ, મારા સમાજને સમાનતા અપાવીશ. તેમજ માનવીય શોષણ ભયંકર બીમારીને નાબુદ કરી સમાજને તમામ અધિકારો અપાવવા અંત્મિ શ્ર્વાસ સુધી સંઘર્ષ કરીશ.

આ એક યુવાન ભીમરાવનો વડોદરાની ભુમી પર કરેલ દ્રઢ સંકલ્પ છે. દ્રઢ સંકલ્પ કરી બાબા સાહેબ બેસી ન રહ્યાં પણ પોતાના જીવનના તમામ વર્ષો દલિત સમાજનો ઉઘ્ધાર કરવામાં અર્પી દીધા, સમાનતા અપાવી, માનવીય અધિકારો અપાવ્યા, એ ભુલવું ન જોઇએ કે આ બધું કરવામાં બાબા સાહેબે પોતાના ચાર ચાર સંતોનો બલિદાન પણ આપ્યાં છે. ભીમરાવ આંબેડકરે જે સ્થળે સંકલ્પ કર્યો તે સ્થળનાં સંકલ્પ ભૂમિ નામ આપવામાં આવ્યું છે.

આજે લાખો દલિતો આ ભૂમિ તીર્થ સ્થાને આવીને શીશ ઝુકાવીને પવિત્ર ભૂમિને કોટી કોટી વંદન કરે છે. સંકલ્પ ભૂમિએ એક પ્રેરણાદાયક ભૂમિ છે. બાળકોથી લઇને વૃઘ્ધો સુધીનાનો પ્રેરણા આપે છે. દલિત સમાજને પશુ કરતા બદતર જીવનમાંથી માનવીય ગૌરવ જીવન સમાનતા અપાવવાનો એક માત્ર યશ ડો. બાબા સાહેબને જાય છે.

આજે ર3 સપ્ટેમ્બર 2021, 104 એકસો ને ચાર વર્ષ પુરા થાય છે. બાબા સાહેબના ચાર ધામ છે. મહુ મઘ્યપ્રદેશ બાબા સાહેબની જન્મ ભૂમિ, વડોદરામાં સંકલ્પ ભૂમિ ગુજરાત, દિક્ષા ભૂમિ નાગપુર મહારાષ્ટ્ર, ચૈત્ય ભૂમિ દાદર મુંબઇ તથા બાબા સાહેબના નશ્ર્વર દેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.