Abtak Media Google News

દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો: આંધ્રમાં ૬ લોકો લાપતા થયાના સમાચાર 

Gulab Cyclone 2

ગુલાબ વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી ચૂક્યું છે અને આ વિસ્તારોમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે આંધ્ર પ્રદેશમાં છ માછીમારો લાપતા થયા હતા જેમાંથી બેનાં મોત નિપજ્યા છે, બેનો બચાવ થયો છે અને એક હજી લાપતા છે.

Gulab Cyclone 7 રવિવારો મોડી રાત્રે એક વાગ્યા આસપાસ વાવાઝોડું આંધ્રના કલિંગપટ્ટનમ અને ઓડિશના ગોપાલપુર વચ્ચેના વિસ્તારમાં પરથી પસાર થાય તેવી હવામાન વિભાગની આગાહી હતો.

Gulab Cyclone 5 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલાબ વાવાઝોડા અંગે આજે ટ્વિટ કર્યુ છે કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને આંધ્રના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી સાથે વાતચીત કરી કેન્દ્ર તરફથી મદદ સુનિશ્ચિત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આંધ્રના કલિંગપટ્ટનમ અને ઓડિશના ગોપાલપુર જિલ્લા વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તાર પરથી વાવાઝોડું પ્રવેશ કરી અને જમીન વિસ્તાર પર ત્રાટક્યા બાદ 25 કિમીલોમીટર પ્રતિકલાકની પ્રારંભિક ઝડપતી આગળ વધવાની આગાહી હતી

Gulab Cyclone 6

આંધ્રપ્રદેશના મંડાસાના દરિયાકાંઠા નજીક દરિયામાં રહેલી બોટ વાવાઝોડાના કારણે પલટી જતાં તેમાં રહેલા પાંચ માછીમાર દરિયામાં પડયા હતા અને હજુ તેઓ લાપતા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.

Gulab Cyclone 4 આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કલેક્ટર સુમિત કુમારનું કહેવું છે આગામી કેટલાંક કલાકો દરિયાકાંઠાના વિસ્તારો માટે ખૂબ જ ગંભીર છે. અહીં 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.