Abtak Media Google News

56 રાઉન્ડમાં મતગણતરી, સાંજ સુધીમાં ફેંસલો; પ્રથમ રાઉન્ડમાં અંતે ખેડુત વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલ જંગી લીડથી આગળ, બરોબરી કરતી વેપારી વિભાગની બંને પેનલ

રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં આજે અંતે 32 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. છેલ્લા બે મહિનાથી યાર્ડની ચૂંટણીને લઈને સહકારી રાજકારણ ગરમાયું હતુ. જેની આતુરતાનો અંત આવશે. આ લખાય છે ત્યાં સુધીની માહિતી મુજબ વેપારી વિભાગમાં અતુલ કમાણીની પેનલ લીડ કરી રહી છે. જયારે ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલ વધુ પડતા મતથી આગળ વધી રહી છે.

બેડી યાર્ડ ખાતે આજ સવારથી જ મતગણતરી પ્રક્રિયા પૂરજોશમાં ચાલુ થઈ છે. અને સૌ કોઈની મીટ યાર્ડના પરિણામ પર મંડાયેલી છે. ગઈકાલે ચૂંટણી દરમ્યાન બંને પેનલમાં જંગી મતદાન થવા પામ્યું હતુ. જેમાં વેપારી વિભાગમાં 94 ટકા જયારે ખેડુત વિભાગમાં 95.41 ટકા જેવું ધીંગુ મતદાન થયું છે. જેની આજે ગણતરી હાથ ધરાઈ રહી છે. સાંજ સુધીમાં મતગણતરી થઈ જવાની શકયતા છે. મતગણતરીમાં આજ સવારથી 25 લોકોનો સ્ટાફ જોડાયો છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાંનો રિપીટી થિયરી અપનાવવામાં આવી હતી. જેને કારણે માત્ર એક ને બાદ કરતા બધા જ નવા ચહેરાઓને સ્થાન મળવા પામ્યું છે. ગઈકાલે મતદાન દરમ્યાન જણાયા મુજબ ભાજપનીનો રિપીટ થીયરી સફળ થાય તેવું લાગી રહ્યું છે. જો કે મોટા માથાઓનાં નામ કપાતા કયાંક નારાજગીણ સ્પષ્ટ પણે જોવા મળી હતી.

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી બિનહરીફ થાય તે માટે પણ અનેક પ્રયાસો કરાયા હતા. જેમાં જયેશભાઈ રાદડિયાએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. જોકે તેમના પ્રયાસો સફળ ન થતા અંતે 32 ઉમેદવારો વચ્ચે જંગ છેડાયો હતો. ત્યારે આજે મતગણતરી દરમ્યાન જયેશભાઈ રાદડિયાની શાખ દાવ પર છે. સાંજ સુધીમાં તમામ 32 ઉમેદવારોનું ભાવિ નકકી થઈ જશે.

એક માહિતી મુજબ ચૂંટણી પૂર્વે મતદારોને અજ્ઞાતવાસમાં લઈ જવાયા હતા. ત્યાંથી સીધા મતદાન મથકે લઈ જવાયા હતા. વેપારી વિભાગમાં બે પેનલ હોય જેથી ક્રોસ વોટિંગ થયાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સવારનાં 10 વાગ્યાના પરિણામ મુજબ વેપારી વિભાગમાં …ની પેનલ …. મતથી આગળ છે તો ખેડુત વિભાગમાં …..ની મતથી લીડ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.