Abtak Media Google News

૨૧મી સદીનું વિશ્વ અત્યારે અવકાશના ગૂઢ રહસ્યોને પામવા માટે અનંતની દિશાઓનું માપ કાઢી રહ્યું છે ત્યારે માનવતાના શત્રુ બની ગયેલા આંતકવાદનો પડછાયો સમાજ અને વિશ્વ પરથી દૂર થતો નથી, કાયરતા થી ભયનો માહોલ ઉભો કરીને પોતાની મનની મેલી મુરાદ અને આર્થિક – રાજકીય સ્વાર્થ સાધવા માટે નિર્દોષ ની:સહાય લોકોનો ભોગ લઇ ભયનો માહોલ ઊભો કરનારા આંતકવાદને કોઈ ધર્મ વિચારધારા કે પરમતત્વ સાથે કોઈ લેવાદેવા નથી,

વિશ્વ માનવ ધર્મ સહિતામાં કોઈ એવો ધર્મ નથી કે જેમાં નિર્દોષની:સહાય માનવીઓની હિંસા અનેહત્યાની હિમાયત કરવામાં આવી હોય,આંતકવાદને ધર્મ અને વિચારધારા સાથે જોડીને હિંસા આચરનારાઓ ને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી આવા કૃત્ય કરનારા આંતકી મનોવૃત્તિ વાળા સમગ્ર વિશ્વની માનવજાતના શત્રુ સિવાય કંઈ જ નથી, જમ્મુ કાશ્મીરની પ્રજા વિશ્વની કેટલીક સૌમ્ય અને માનવતાવાદી પ્રજા પેકીની એક ગણાય છે, પર્યાવરણ ની આબોહવા અને કુદરતી સૌંદર્ય ની જેમ અહીંની ધર્મ સંસ્કૃતિ પણ માનવતાના પુષ્પોથી મહેક વાની લાક્ષણિકતા ધરાવે છે.

જમ્મુ કાશ્મીરની યજમાન ભાવના પરદેશીઓને પણ પોતાના ઘરની જેમ જ સાચવીને મહેમાનગતિ કરવામાં કોઈ ધર્મ જ્ઞાતિ જાતિ નો ભેજ ક્યારેય ન સમજનાર ઈ જમ્મુ કાશ્મીરની પ્રજા દાયકાઓની સદીઓથી માનવતાને માનવા વળી પ્રજા છે, કોઈપણ યુગ શાસન વ્યવસ્થા અને સમયમાં કાશ્મીરી પ્રજા ક્યારેય માનવતાને ભૂલી નથી.

અહીં સર્વધર્મ સમભાવની સંસ્કૃતિ સનાતન ધર્મ હોય કે બૌદ્ધિક સંસ્કૃતિ જિનશાસન અને સૂફીવાદ નો જય જય કાર આજ ભૂમિ પર થયો હતો, પોતાના કાર્યમાં વ્યસ્ત અને પ્રકૃતિના આનંદમાં મસ્ત રહેનારી કાશ્મીરની પ્રજા પોતાના પશુઓને પણ ક્યારેય જોરથી હાકોટા પાડીને બીવડાવવામાં પણ પાપ માને છે, પણ પૃથ્વી પરના સ્વર્ગ અને કોઈની નજર લાગી ગઇ હોય તેમ છેલ્લા કેટલાક દાયકાથી કાશ્મીરીઓને બાનમાં લેનાર માનવતાના શત્રુઓ એ પુથ્વી પરના સ્વર્ગને નર્કાગાર બનાવી દીધી છે, ત્યારે ખમીરવંતી કાશ્મીરી પ્રજા આંતકવાદ સામે ગોઠણ ટેકવી દેવાના બદલે નાત જાત કે ધર્મના ભેદ ભૂલીને તેનો પ્રતિકાર કરી રહી છે.

પ્રજાને ભયભીત કરવા હવાતિયા મારતા માનવતાના શત્રુઓની ગોળી ધર્મ પૂછીને જીવ લેતી નથી, વિવિધ ધર્મોની એકતા તોડવા માટે વારંવાર અહિંસા આચરનારા આંતકવાદને ક્યારેય માનવતાવાદી મૂલ્ય ધરાવતા લોકો અપનાવતા નથી, આતંકવાદીઓને કોઈ ધર્મ સાથે ક્યારેય લેવાદેવા હોતો નથી તે માત્રને માત્ર માનવતાને ખતમ કરવા જ તલપાપડ હોય છે અને માનવતાના શત્રુઓ ક્યારેય માનવતા વચ્ચે ટકી શકતા નથી એક દિવસ એવો આવશે કે આંતકવાદનું દ્દેત્ય માનવતાના ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારો વચ્ચે જ દબાઈ ને સદાકાળ મુંઝાય જશે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.