Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતો ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે, કોઈપણ રાષ્ટ્રના વિકાસ માટે આર્થિક વૃદ્ધિદર ની પ્રગતિ સાથે સામાજિક રાજકીય શાંતિ અને વિશ્વાસ ના વાતાવરણની આવશ્યકતા નું મહત્વ સમજાવીને ભારત ખરા  અર્થમાં વિશ્વ ગુરુની ભૂમિકા ની આભામાં વધુને વધુ નીખરી રહ્યું છે ,

ભારતે વૈશ્વિક શાંતિ અને આર્થિક વિકાસ માટે વૈશ્વિક આંતકવાદ ને ડામવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો ભારતના વૈશ્વિક આંતકવાદના મુદ્દા સામે વિરોધના હવાતીયા કરી રહેલા આંતકવાદના જનક અને પોષક બનેલા પાકિસ્તાન ને હવે વિશ્વ ઓળખી ચૂક્યું છે.  સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન જેવા આંતક પોષક દેશો અને આંતકવાદી પ્રવૃત્તિઓને ચલાવનારા સામે વિશ્વમાં વ્યાપક પ્રમાણમાં અણગમાનું વાતાવરણ ઊભું થયું છે કોઈને કોઈના ઘરમાં દખલગીરી દેવાનું પસંદ નથી સૌને હવે શાંતિ ના રસ્તે મળતા વિકાસને સુખ સમૃદ્ધિની જીજ્ઞાતા ઊભી થઈ છે,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતકવાદ ને જાકારો આપી વિકાસ માટે એક જૂથ થવા વિશ્વને આપેલા મંત્ર પર સૌ દેશો એક થઈને આગળ વધવા સહમત થયા છે ,ત્યારે  પાકિસ્તાનની ભારત સામેની પરોક્ષ યુદ્ધની કુ રણનીતિ ખુલ્લી પડી ગઈ છે, અને અમેરિકા બ્રિટન રસિયા જાપાન અને મિત્ર રાષ્ટ્રો વૈશ્વિક આંતકવાદ ને ભારતના દ્રષ્ટિકોણથી જોતા થયા છે… પાકિસ્તાન જેવા આંતકવાદ મુદ્દે વગોવાયેલા દેશોના વિશ્વ બેંકના સહાય ભંડોળ થી લઇ તમામ પ્રકારના સહકારથી વિશ્વના સભ્ય દેશો મોઢું ફેરવી રહ્યા છે ,વૈશ્વિક આંતકવાદ મુદ્દે વિરોધ નુ વાતાવરણ ઊભું કરવામાં ભારતને સફળતા મળી જ છે ,

હાલમાં કેનેડા એ ભારત સામે  ખાલીસ્તાન  મુદ્દે મૂકેલા આક્ષેપોમાં પણ કેનેડા વૈશ્વિક મંચ પર ભારત સામે ધૂળ ઉડાડવામાં એકલું પડી રહ્યું છે ખાલી સ્થાનની આંતકી અને ડ્રગ્સ પેડલરો પર એનઆઇએ દ્વારા વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી હાથ ધરીને વૈશ્વિક અને ઘર આંગણે ખાલીસ્તાન ની કમર તોડી નાખવા ભારતની રણનીતિ સામે કેનેડા ખુદ આરોપીના કઠેડામાં આવી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. કેનેડા સામે ભારત અને ભારતની વૈશ્વિક આંતકવાદ વિરોધી નીતિ બ્રહ્માસ્ત્ર તરીકે સફળ પુરવાર થઈ રહી છે ભારત વિરોધી તત્વો ને વિશ્વમાંથી સમર્થન ન મળે તે જ ભારતની વિશ્વ ગુરુ બનવા તરફની આભા ની આગે કુચ પુરવાર કરે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.