Abtak Media Google News

બ્રિજ સરકાર બનાવી રહી હોય વધારાનો બોજ પણ સરકાર જ ઉઠાવે, લોકોને લૂંટવાનું બંધ કરે: સાગઠીયા

ગોંડલ રોડ ચોકડી ખાતે બની રહેલા બ્રિજના કારણે એક વર્ષ સુધી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને અલગ અલગ ત્રણ ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે. જેના કારણે એસટીએ રાજકોટમાં પ્રવેશ માટે 9 કિ.મી.નું વધારાનું અંતર કાપવું પડે છે. આ વધારાના અંતરનો ભાડાનો ચાર્જ મુસાફરોના કેડે નાખવાની તૈયારી થઈ રહી છે તેનો વિરોધ કોર્પોરેશનના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ દ્વારા તાજેતરમાં જ ગુજરાતના દરેક જિલ્લા અમદાવાદ નડિયાદ વડોદરા ભરૂચ સુરત વલસાડ મહેસાણા પાલનપુર હિંમતનગર ગોધરા ભાવનગર જામનગર જૂનાગઢ અમરેલી અને ભુજ નેપાલી પત્ર લખી જાણ કરવામાં આવી છે કે ગોંડલ થી રાજકોટ તરફ આવો તો એકમાર્ગી રસ્તો કરવાનો અને તેનું ડાયવર્ઝન કોરાટ ચોકથી ગોંડલ ચોકડી સુધીનું છે આ ના હિસાબે પારડી આગળ કોરાટ ચોકથી વાયા કાંગશીયાળી ચોકડી ટીલાળા ચોકળી, મવડી પાળ રોડ સાવન સર્કલ ક્યાંથી બાપાસીતારામ ચોક થઈ ગોંડલ રોડ ચોકડી એસટી વર્કશોપ પી.ડી. માલવિયા કોલેજ થઈ નાગરિક બેંક થી બસ સ્ટેશન સુધીનો આ એક સરખી ડાયવર્ઝન ના ભૂલના હિસાબે આશરે નવ કિલોમીટર જેટલું અંતર એસટી બસોને વધે છે જેના લીધે રાજકોટ એસટી ડેપો દ્વારા તમામ ડેપોને કે જેને લાગુ પડે છે તે તમામ મોડ્યુલ જેવા છે ઈબીટીએમ મશીનો આર.એસ જીપીએસ તથા આર ડી એમ એસમા અમલ કરવા દરેકની કક્ષાએ હુકમ કરવા જણાવેલ છે. એસટી નિગમને અને સરકારને જાણ કરવામાં આવે છે. આ ડાઇવર્ઝનના હિસાબે નવ કિલોમીટર જેટલો વધારો થાય છે તે ભાડું સરકારે પોતાની ભોગવવું જોઈએ નઈ કે મુસાફરી કરતા મુસાફરોએ આ તમામ બસોમાં પાડા નો વધારો થાય છે તેમાં મુસાફરોનો શું વાંક છે.

તેમજ આ ભાડા વધારો એને સરકારી ભોગવવો જોઇએ હવે સરકારે સમજવાની જરૂર છે કે પબ્લિક ઉપર કેટલાક પ્રકારના ટેક્સ વધારા કરવા છે પબ્લિક હવે તો આ જુદી જુદી પ્રકારના વધારા ઓથી થાકી ગઈ છે તેમ છતાં પણ સરકારને સમજાતું નથી અમારો સીધો સવાલ છે કે એસટી સરકારી કામ સરકારી કોન્ટ્રાક્ટર સરકારી અને તેની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સરકારને હોય તો પબ્લિક ઉપર આ ભાડા વધારો શા માટે?  એક તરફ સરકાર મોંઘવારી વધારી રહી છે કોંગ્રેસના વખતે 312 રૂપિયામાં મળતો ગેસનો બાટલો આજે 918રૂપિયા મળે છે

જીએસટી લોકોને કમર તોડી નાંખી છે ગરીબી અને ભૂખમરો જે લોકો પીડાઇ રહ્યા છે બેકારી ભરડો લઈ ગઈ છે લાખો યુવાનો બેકાર છે લાખો લોકોની રોજગારી જતી રહી છે લોકોને બે ટંક ભેગા કરવા મુશ્કેલ થઈ ગયા છે ભારતમાં બીમારી એ પણ માઝા મૂકી છે હાલ રાજકોટમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયા એ ભરડો લીધો છે કોરોના ના હિસાબે અને લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એમાં વળી પાછી સરકાર હજુ ભાવ વધારો હજુ લૂંટવાનું બંધ નથી કરતી તેની સામે સખ્ત વિરોધ છે તેવું વશરામભાઈ સાગઠીયા અને મકબુલભાઈ દાઉદાણીએ યાદી ના અંતમાં જણાવ્યું છે. પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.