Abtak Media Google News

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારે મોટી દિવાળી ભેટ આપી છે. સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વય મર્યાદામાં એક વર્ષની છૂટ આપવાનો મોટો નિર્ણય લેવાયો છે.

આ અંગે માહિતી આપતા રાજ્ય શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં છેલ્લા એક-દોઢ વર્ષથી ઘણી પરીક્ષાઓ પાછળ ધકેલાઈ છે. સરકારી નોકરીમાં વય મર્યાદામાં 1 વર્ષનો વધારો કરવામાં આવતાં ઘણાં વિદ્યાર્થીઓને રાજ્ય સરકારના આ નિર્ણયથી લાભ થશે. સરકારના નિર્ણય મુજબ હવે સીધી ભરતીમાં એક વર્ષની વધુ છૂટછાટ મળશે. આ નિયમ 1લી સપ્ટેમ્બર, 2021થી 31મી ઓગસ્ટ, 2022 સુધી અમલમાં રહેશે.

આ ઉપરાંત, આગામી સમયમાં યોજાનાર ટેટની પરીક્ષાને લઇ રાજ્ય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ટેટની પરીક્ષાની મર્યાદા પણ વધારવામાં આવી છે. આ માટે તે 3300 જેટલી વધુ જગ્યા ઉભી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.