Abtak Media Google News

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલએ લેણદારો અને શેરહોલ્ડરોની બેઠક યોજવા અંગે આપી લીલીઝંડી

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલએ સોમવારે રિલાયન્સ રિટેલ વેન્ચર્સના લેણદારો અને શેરહોલ્ડરોને ફ્યુચર ગ્રુપ સાથે 24,700 કરોડના પ્રસ્તાવિત સોદા માટે મંજૂરી મેળવવા માટે બેઠકો યોજવાની મંજૂરી આપી હતી. જેથી હવે ટૂંક સમયમાં આ મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે.  22 જૂનના રોજ, ટ્રિબ્યુનલે કંપનીના ફ્યુચર ગ્રુપ સાથેના સોદા પર શેરધારકોની સહમતિ મેળવવા માટે રિલાયન્સ રિટેલની અરજી પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.

અમેઝોનની ફ્યૂચર રીટેલમાં ફ્યૂચર કૂપન્સના માધ્યમથી 5 ટકા ભાગીદારી છે. અમેઝોને 2019માં ફ્યૂચર કૂપન્સમાં 49 ટકા ભાગીદારી 1500 કરોડ રુપિયામાં ખરીદી હતી. અમેઝોને આરોપ મુક્યો છે કે તેમની મંજૂરી વિના જ ફ્યૂચર ગ્રુપે પોતાનો બિઝનેસ રિલાયન્સને વેચી દીધો. અમેઝોનની અરજી પર સિંગાપુર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરે આદેશ આપ્યો હતો કે તેમનો અંતિમ ચુકાદો સંભળાવવામાં ન આવે ત્યાં સુધી રિલાયન્સ સાથેની આ ડીલને આગળ વધારવામાં ના આવે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ફ્યૂચર ગ્રુપ વચ્ચેની ડિલમાં સુપ્રીમ કોર્ટે અમેરિકાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અમેઝોનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું કે ઓક્ટોબરમાં સિંગાપુરનની મધ્યસ્થ અદાલત દ્વારા સંભળાવાવમાં આવેલો ચુકાદો યોગ્ય છે. સિંગાપુરની અદાલતે આ ડીલ પર રોક લગાવી હતી.આ ડીલને કારણે અમેઝોન અને કિશોર બિયાણીના ફ્યૂચર ગ્રુપ વચ્ચે કાયદાકીય લડાઈ ચાલી રહી હતી. અમેઝોને સિંગાપોરની અદાલતના ચુકાદાને અમલમાં મુકવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ફ્યુચર ગ્રુપ દ્વારા ગત્ત વર્ષે ઓગસ્ટ મહિનામાં ફ્યુચર રીટેલ સહિત પોતાની પાંચ લિસ્ટેડ કંપનીઓને ફ્યૂચર એન્ટરપ્રાઈઝ લિમિટેડમાં વિલય કરવાની જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.