Abtak Media Google News

યુનિ.ના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ, ખેડૂતો, સંશોધકો, સરકારી ઉચ્ચ અધિકારીઓ તથા સંસ્થાઓ સહિત 400થી 500 સહભાગીઓ ભાગ લેશે

જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે ગુજરાતની વિવિધ કંપનીઓ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારત સરકાર, ગુજરાત સરકાર, ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયા ગુજરાત યુનિ. તથા આઈ.ડી.એસ.આર.ના સહયોગથી યોજાનાર મહોત્સવમાં મહેસાણાના એસ.પી. ડો.પાર્થરાજસિંહ ગોહિલ દદ્વારા સિકયોરીટી વિભાગમાં ડ્રોનનો ઉપયોગ વિષયક ચર્ચા

છેલ્લા વર્ષોમાં ડ્રોન વિવિધ સરકારી અને વ્યાપારી ક્ષેત્રોમાં જેવાકે સંરક્ષણ અને લશ્કરી સંસ્થા, ખેતીવાડી વિભાગ, વન વિભાગ, સર્વે ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ફાયર વિભાગ અને અન્ય ક્ષેત્રોમાં ખુબ મહત્વપૂર્ણ સાબિત થયા છે.  વડાપ્રધાનના ભારતને 2030 સુધીમાં ડ્રોન મેનુંફેક્ચરીંગ હબ બનાવવાના વિઝનને ધ્યાનમાં રાખી દેશના વિવિધ રાજ્યોમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય (ખજ્ઞઈઅ) ડ્રોન – જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમ આપણા દેશની જનતામાં મુખ્યત્વે ડ્રોન – આધારિત અંતિમ વપરાશકારોમાં જેમ કે ખેડૂતો, વિધાર્થીઓ, સરકારી તથા પ્રાઇવેટ સંસ્થાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત કરવામાં આવી રહ્યો છે. ૠખઉઈ ગ્રાઉન્ડ ખાતે  આજે ગુજરાતની વિવિધ ડ્રોન કંપનીઓ દ્વારા , નાગટિક ઉડ્ડયન મંત્રાલય ; ભારત સરકાર , ગુજરાત સરકાર , ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા , ગુજરાત યુનિવર્સીટી અને ના સહયોગથી ગુજરાત ડ્રોન મહોત્સવ યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ આગામી આવી રહેલ વાઈબ્રન્ટ ગુજરાત અને ડીફેન્સ એક્ષ્પોને ધ્યાનમાં રાખી

તેમજ ગુજરાત રાજ્ય ડ્રોન મેન્યુફેક્ચરિંગ હબ તથા એરો હબ બને તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધોલેરા ધરાવે છે . તો ગુજરાત ડ્રોન મહોત્સવ ગુજરાતને આ વિઝન સાથે આગળ વધારવા માટે યોજવામાં આવ્યો છે. જેમાં યુનિવર્સીટી અધ્યાપક , વિદ્યાર્થીઓ , સ્ટાર્ટ – અપ , ખેડૂતો , સંશોધકો અને સરકારી અધિકારીઓ તથા સંસ્થાઓ એમ મળીને 400 થી 500 સહભાગી ભાગ લેશે

કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ  ઉપસ્થિત રહેશે.  તેમજ આરોગ્ય મંત્રી રિષિકેશભાઈ પટેલ , વન મંત્રી કિરીટસિંહ રાણા ,  અંબર દુબે (સેક્રેટરી નાગરિક ઉડ્ડયન મંત્રાલય) , એર માર્શલ આર.કે.ધીર (એડવાઇઝર   જેવા દિગ્ગજો આ કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે . નાગરિક ઉડડયન મંત્રાલય  તરફથી ગુજરાત રાજ્યમાં કાર્યક્રમનું આયોજન કરવા માટે  પ્રદીપ પટેલ ને આ કાર્યક્રમના ડિરેક્ટર તરીકે નિમણૂક કરેલ છે . ગુજરાત ડ્રોન મહોત્સવમાં ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ મુખ્ય સ્પોનસીરોતરીકે , અદાણી ડીફેન્સ અને એરોસ્પેસ સ્પોનસર તરીકે અને બ્લૂ રે એવિયેશન કો- સ્પોંસર તરીકે જોડાયેલ છે . આ કાર્યક્રમ  પ્રદીપ પટેલ અને તેમની દેખરેખ હેઠળ યોજાઇ રહ્યો છે જેમાં વિવિધ પ્રકારની ડ્રોન ટેકનોલોજી અને તેની એપ્લીકેશનનું ડેમોન્સ્ટ્રેશન વિદ્યાર્થીઓ , સ્ટાર્ટ – અપ અને વિવિધ ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવશે. મહેસાણાના એસ.પી. ડો . પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સિક્યોરીટી વિભાગમાં થતા ડ્રોનના ઉપયોગ વિષય પર ચર્ચા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.