Abtak Media Google News

“સરકારની તિજોરી ઉપર તરાપ મારનારની હવે ખેર નથી”

ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીને જિલ્લા કલેક્ટરે રૂબરૂ બોલાવી તપાસના આદેશ આપ્યા: 20 કરોડ રૂપિયાની ખનિજચોરીની ફરિયાદ ઉઠી’તી

 

અબતક- સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બનતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસો, રેતી, કપચી, પથ્થર જેવા કુદરતી અખૂટ ભંડાર પેટાળમાંથી  મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ રીતે વગર રોયલ્ટી અથવા પરમિશન વગર બેફામ રીતે ખનીજ ચોરી ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી હોવાની ફરિયાદ ચકચાર મચી જવા પામ્યો છે.

સાયલા મૂડી થાન પંથકમાં વધુ પડતીને ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ પણ જાણે કોર નિંદ્રામાં હોય અથવા ખનીજ માફિયાઓને ખાણ ખનીજ વિભાગ જ પ્રોત્સાહન કરતું હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તેવા સમયે ગૌચર  જગ્યા સરકારી ખરાબા ઉપર બેફામ રીતે ખનીજ માફિયાઓ દ્વારા ખોદકામ કરી અને પૃથ્વીના પેટાળને નુકસાન પહોંચાડી અને બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.

વઢવાણ માળોદ રોડ ઉપર આવેલી ખાનગી જગ્યાઓમાં 20 કરોડ રૂપિયાની ખનિજચોરી કરાઇ હોવાની ફરિયાદ થવા પામી હતી. જેને લઇને ફરિયાદ બાદ પણ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા કોઈપણ બાબતની તપાસ કામગીરી આ મામલે કરવામાં ન આવતા જિલ્લા કલેક્ટરે ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીને રૂબરૂ બોલાવ્યા હતા અને આ ખનિજ ચોરી મામલે કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે સરકારી ખરાબા ગૌચર જગ્યા બાદ હવે ખનીજ માફિયાઓ માલિકીની જમીનમાં પણ બેફામ રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે.

જિલ્લા કલેક્ટર દ્વારા ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીને આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જે ખનીજ ચોરો દ્વારા ખનીજની ચોરી કરવામાં આવી છે. તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે અંગે જરૂરી સૂચના પણ આપવામાં આવી છે ત્યારે જિલ્લમાં કરોડો રૂપિયાનો ખનીજનો કાળો કારોબાર ચાલી રહ્યો ત્યારે જિલ્લા કલેક્ટરે આ મામલે તપાસના આદેશ આપતા ખનીજ વિભાગના અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.