Abtak Media Google News

રાજકોટમાં ર4 કલાકમાં બે યુવાનની લોથ ઢળી

કોઠારીયા ચોકડી પાસે મોડી રાત્રે હત્યાના બનાવથી નાસ ભાગ: ખુનના ગુનામાં સંડોવાયેલા શખ્સની શોધખોળ

 

Advertisement

 

અબતક, રાજકોટ

રાજકોટમૉ કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા બનાવો શહેરમાં અવારનવાર બની રહ્યા છે. શહેરમાં છેલ્લાં ર4 કલાકમાં બે યુવાનોની છરીના ઘા ઝીંકી કણપીણ હત્યા કરવામાં આવી છે. જેમાં શનિવાર રાત્રીના ચુનારાવાડ નજીક પ્રેમીકા સાથે પ્રેમીને ઝઘડો થતો પ્રેમીકાનાં સગીર પુત્રએ છરીના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો છે. જયારે બીજા હત્યાના બનાવમાં કોઠારીયા ચોકડી નજીક ઇંડાની લારી પાસે નશો કરેલા શખ્સ યુવાનને નાસ્તો કરાવવાનું કહેતા યુવાને પૈસા નથી તેવું કહેતા તેને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાશી ગયો છે. જેથી ર4 કલાકમાં હત્યાના બે બનાવો સામે આવતાં લોકોમાં ભય પસરી જવા પામ્યો છે.

માહીતી મુજબ કોઠારીયા ચોકડી પાસે ગઇકાલ રાત્રીના સમયે હુડકો કવાર્ટરમાં રહેતા કાળુભાઇ રામજીભાઇ ભાદરકા (ઉ.વ.42) નામનો યુવાન ઇંડાની લારીએ નાસ્તો કરી રહ્યો હતો ત્યારે નામચીન શખ્સ હિંમત ઉર્ફે કાળીયો ગઢવી નશો કરેલી હાલતમાં ધસી આવ્યો હતો. અને કાળુભાઇને કહ્યું હતું ‘મને નાસ્તો કરાવ’ તો કાળુએ ‘પૈસા નથી’ તેવું કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી ત્યારે નશામાઁ ધૂત કાળુ ગઢવીએ યુવાન પર છરી વડે હુમલો કરતા  તેને ગંભીર ઇજા પહોચતો હોસ્5િટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું ટુંકી સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામ)ં પલટાયો હતો.

બનાવની જાણ ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. ઝાલા સહિતને થતાં સ્ટાફે હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક પુછતાછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક કાળુ ભારદકા ભંગારનો વેપાર કરતો હતો અને તે બે ભાઇઓમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતક કાળુ ભાદરકા આરોપી કાળુ ગઢવીને ઓળખતો હતો જેથી તે ઇંડાની લારીએ નશો કરેલી હાલતમાં  આવ્યો ત્યારે નાસ્તો કરાવવા માટે કહ્યું હતું પરંતુ મૃતક ના પાડતા કાળુએ ઉશ્કેરાઇને તેના પર છરી વડે તુટી પડયો હતો અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી કાળુ ગઢવી અગાઉ હત્યા અને મારામારીના ગુનામાં પણ સંડોવાયેલો છે પોલીસે કાળુ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ હાદસોનું  શહેર બન્યું હોઇ અને કાયદો અને વ્યવસ્થા કથળી હોઇ તેવા બનાવો  સામે આવી રહ્યા છે. ગુનેગારોને ખાખીનો કોઇ ખોફ રહ્યો નથી અને બેફાર્મ ગુના આચરી રહ્યાનું  સામે આવતા બનાવોની માલુમ પડી રહ્યું છે ર4 કલાકમાં બે હત્યાના બનાવોથી લોકોમાં ભય પ્રસરી ગયો છે.

ખુનના ગુનામાં પુત્રને બચાવવાનો પ્રયાસ કરતી માતાની ધરપકડ

શનિવાર રાત્રીના સમયે ચૂનારાવાડ નજીક શિવાજીનગરમાં પ્રેમીકા સાથે મારકુટ કરતા પ્રેમીની પ્રેમીકાના સગીર પુત્રએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવની જાણ થોરાળા પોલીસને થતા સ્ટાફે આરોપી સગીર પુત્રની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હતી તેમજ પુછતાછમાં જાણવા મળ્યું હતું કે પ્રેમીકાએ હત્યામાં પુત્રની મદદ કરતાં તેની સામે ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

બનાવની મળતી વિગતો અનુસાર ભગવતીપરા નજીક રહેતો સમીર મુસ્તાક બુખારી (ઉ.વ.33) નામનો રિક્ષા ચાલક શનિવાર સાંજના શિવાજીનગરમાં રહેતી તેની પ્રેમીકા લક્ષ્મીના ઘરે ગયો હતો ત્યારે તેની સાથે માથાકુટ થતા તેના સગીર પુત્રએ છરીના ઘા ઝીંકી સમીરને મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવની જાણ થોરાળા પોલીસને થતાં સગીર આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડયો હતો અને પ્રાથમિક પુછતાછમાં જાણવા મળ્યું હતું કે મૃતક સમીરને છેલ્લા બે વર્ષથી વિધવા લક્ષ્મી સાથે પ્રેમ સંબંધ હતો અને તેની સાથે કોઇ બાબતે ઝડઘો થજતા તેના સગીર પુત્રએ સમીરને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે માકનમાં તેમજ ફળીયામાં લોહીના ડાઘા પડયા હતા તે લક્ષ્મીએ સાફ કરી પુરાવાનો નાશ કરતા પોલીસે તેના વિરુઘ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.