Abtak Media Google News

નરેન્દ્રભાઈ સોલંકી, અશોકભાઈ સોલંકી અને ભાર્ગવભાઈ સોલંકીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો

અબતક,રાજકોટ

” શ્રી બિલેશ્વર હાઇટ્સ ’ ’ કે જેના નામ માત્રમાં શ્રી બિલેશ્વર મહાદેવના આશીર્વાદ રહેલા છે તેવા શુભ નામથી રાજકોટ શહેરમાં પોતાની વિવિધ સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ માટે જગ વિખ્યાત શ્રી જીવરાજગૃપ દ્વારા એક નવુ સોપાન શરૂ કરવામાં આવ્યુ જેનો મુખ્ય હેતુ આજ આ મોંધવારીના યુગમાં મધ્યમવર્ગના લોકોને પોતાના ઘરનું ઘર લેવુ એ ખુબજ કઠીન પ્રશ્ર્ન બનતો હોય છે ત્યારે માનવતાની મહેક સ્વરૂપે રાજકોટના સુવિકસીત વિસ્તાર કે જેની હાલમાં જ સરકારી દ્વારા વાવડીની ટી.પી. સ્કીમ ફાઇનલ કરવામાં આવેલ છે. તે વાવડી ખાતે અતિસુંદર દુકાનો, ઓફીસો તેમજ 2 બેડ, હોલ , કિચનના ફુલ સાઇઝના (મોટા ફલેટ) ની યોજના શરૂ કરવામાં આવી છે. જે ફલેટો ખુબજ મોટા છે પરંતુ તેમનો ભાવ દરેક લોકોને પોષાય તે મુજબનો છે.જેમાં મધ્યમ વર્ગના દરેક લોકો પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરી શકે તે માટે શ્રી જીવરાજગૃપ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ પ્રયત્નને ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવીને શુભાશીષ સહ અભિનંદન પાઠવવામાં આવેલ છે. તેઓએ મધ્યમવર્ગના લોકો માટે પોતાના ઘરનું ઘર સ્વપ્નને અનેક લોકો સાકાર કરી શકે અને ધંધો વ્યવસાય મેળવી પોતાના પરિવારની ઉન્નતી કરી શકે તે માટે લોકોને સુંદર અને વિકાસશીલ વિસ્તારમાં દુકાનો – ઓફીસો મળી રહે તે માટે ના શ્રી જીવરાજગૃપના નહી નફો નહીં નુકસાનના ધોરણે કરવામાં આવેલ આ અનન્ય પ્રયત્નને શુભેચ્છા સાથે હૃદયપૂર્વકના અભિનંદન  પાઠવ્યા હતા.

આ તકે  જીવરાજગૃપના ચેરમેન  નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા  મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલને શુભેચ્છાઓ બદલ ખુબ ખુબ હદયપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે . તેમજ તેમના નેતૃત્વમાં ગુજરાત રાજયનો સર્વાંગી વિકાસ થાય અને સમગ્ર ભારતભરમાં અગ્રેસર રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવેલ છે . તથા સમગ્ર ગુજરાત અને ભારતભરનું ભવિષ્ય ઉજળુ બને અને સૌનો સાથ , સૌનો વિકાસ થાય તે માટે સતત કાર્યરત ગુજરાત સરકાર અને ભારત દેશના લોકપ્રીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને પણ ખુબ ખુબ અભીનંદન પાઠવેલ છે . તેમજ ભારતભરની અંદર ગુનેહગારોને કાયદાનું ભાન કરાવનાર  અમીતભાઈ શાહને પણ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે .

તેમજ  જીવરાજગૃપના ચેરમેન  નરેન્દ્રભાઇ સોલંકી ( નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ – મહંતશ્રી આપાગીગાનો ઓટલો) અશોકભાઇ સોલંકી તેમજ  ભાર્ગવભાઇ સોલંકી દ્વારા દરેક સંતો – મહંતશ્રીઓ તેમજ મહામંડલેશ્વરઓ અને રાજકીયક્ષેત્રના આગેવાનઓ તથા પૂર્વમુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી તેમજ હાલના ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ , તેમજ  અર્જુનસિંહ ચૌહાણ , અને  બ્રિજેશભાઇ મેરજા તેમજ રાજકોટનાસાંસદી મોહનભાઇ કુંડારીયા તથા  મેયર  પ્રદિપભાઇ ડવ , તેમજ રાજકીય – સામાજીક ક્ષેત્રના આગેવાન જે બિલેશ્વર હાઇટસના ભુમી પુજન પ્રસંગે ઉપસ્થિત રહેલ તેવા સર્વે લોકોનો ખુબ ખુબ હૃદયપૂર્વકનો આભાર માનેલ છે સાથે સાથે રાજકોટ શહેરની જનતાએ ભુતકાળમાં જે રીતે શ્રી જીવરાજપાર્ક હોય , શ્રી જીવરાજ રેસીડેન્સી હોય , શ્રી જીવરાજનગરી હોય , કે શ્રી જીવરાજ ઇન્ડ . એરીયાના દરેક સોપાનમાં શ્રી નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ -મહંતશ્રી આપાગીગાનો ઓટલો) ઉપર જે રીતનો વિશ્વાસ મુકેલ હતો તે રીતનો વિશ્વાસ શ્રી બિલેશ્વર હાઇટસમાં મુકી અને લોકોએ કોમર્શીયલ દુકાનો તેમજ ઓફીસોનુ બુર્કીંગ ને એક જ ઘડાકે કુલ કરી દીધેલ છે .

તેમજ નાના બજેટના મોટા ફલેટોને પણ ખુબજ હૃદયના ઉમળકા ભેર વધાવી લીધેલ છે . અને ખુબજ મોટા પ્રમાણમાં ફલેટો નું પણ જે બુકીંગ આપેલ છે . તે બદલ સર્વે ગ્રાહકોનો પણ આ તકે અમો ખુબ ખુબ હદય પૂર્વકનો આભાર માનીએ છીએ . આ લોક લાગણીને ધ્યાને રાખી અને આવતા સમયમાં ફરી પાછો કોર્મશીયલ દુકાનો- ઓફીસો અને 3 બેડ હોલ કિચનના ફલેટોનું પણ શુભારંભ કરવા માટેની તડામાર તૈયારીઓ કરી રહયા છીએ ફરી વખત સૌ ગ્રાહક મીત્રોનો સમગ્ર સૌરાષ્ટ્રભરના સંતો મહંતોનો સમગ્ર રાજકીય, સામાજીક અને સરકારના સર્વે પ્રતિનીધીઓનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.

મધ્યમવર્ગના લોકો માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ અને યોજનાઓ કાર્યરત છે . જેનો મોટી સંખ્યામાં દરેક લોકો લાભ લઇ રહયા છે . ત્યારે દરેક લોકોને સહભાગી થવાના એક ભાગ સ્વરૂપે આ સંપૂર્ણ પ્રોજેકટ શ્રી બિલેશ્વર હાઇટસનો શુભારંભ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવા વિવિધ પ્રકારની યોજનાઓ કરવામાં આવશે તેવુ શ્રી જીવરાજગુપના ચેરમેન  નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ -મહંતશ્રી આપાગીગાનો ઓટલો) એ જણાવેલ છે .

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.