Abtak Media Google News

અબતક, સમીર વિરાણી, બગસરા

બગસરા નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર નસીતના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ ઈન્દુકુમાર ખીમસુરીયા તથા ઉપપ્રમુખ રાજુ ભાઈ ગીડા હેડ કલાર્ક બીસી ખીમસુરીયા તથા નગરપાલિકામાં ચૂંટાયેલ ભાજપના સભ્ય તથા કોંગ્રેસના સભ્યો ની હાજરીમાં આ સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગસરાના વિવિધ પ્રશ્ન ની ચર્ચા કરવામાં આવી હતી અને જે મિલકત વેરાના પ્રશ્ન હતો તેમાં એક લાખ રૂપિયાની મિલકત પર એક ટકો એટલે કે એક હજાર રૂપિયા વેરો હતો તે ઘટાડીને ફિક્સ ગમે તેટલી મિલકત હોય રૂપિયા 1500 ફિક્સ કરવામાં આવેલ આ ઉપરાંત ભૂગર્ભ દાખલ કરવા નું ધ્યાને લેવામાં આવ્યું હતું.

જે આ વર્ષે કોરોના ની મહામારી હોવાને કારણે મુલત્વી રાખવામાં આવ્યું આ ઉપરાંત અટલજી પાર્ક અન્ય સંસ્થાને સંચાલન માટે સોંપવા માટે એની ચર્ચાઓ કરવામાં આવેલ તથા ઘન કચરો એકત્રિત કરવા કોન્ટ્રાક્ટ આપવા અંગેની ચર્ચા કરવામાં આવેલ આ ઉપરાંત સાર્વજનિક સ્મશાન નું સંચાલન અન્ય સંસ્થાને સોંપવા માટે સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ તથા એલીડી લાઇટ આ બાબતે કોન્ટ્રાક્ટ  એ રાખેલ બેદરકારી આગળ પગલાં લેવા તથા વિવિધ પ્રશ્ને ચર્ચાઓ કરવામાં આવી હતી.

પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે  વેરામાં વધારો નહીં કરવાનો લેવાયો નિર્ણય

આ ઉપરાંત નગરપાલિકા ના ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા ને પૂછતા તેણે માહિતી આપેલ કે કોરોના ની મહામારી ને લીધે ભૂગર્ભ વેરો સહિતના જુના વેરામાં વધારો કરવાના હોય જે અમે લોકોએ વેપારી મહામંડળ ચેમ્બર ઓફ કોમર્સ ચર્ચા વિચારણા કરી અને  જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા ના માર્ગદર્શન હેઠળ  બોડી એ મુલતવી રાખેલ છે તેવું પ્રેસ યાદીમાં જણાવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.