Abtak Media Google News

 

ટ્રાફિક સેન્સ માટેના વિવિધ મોડેલ્સ સાથે ટ્રાફિકના વિવિધ મુંઝવતા પ્રશ્ર્નો અંગે છાત્રાએ નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું

 

અબતક,અરૂણ દવે, રાજકોટ

રાજકોટ શહેરમાં આજથી એક સપ્તાહ સુધી ટ્રાફિક અવેરનેશ માટે વિવિધજનજાગૃતિ કાર્યક્રમ યોજાય રહ્યા છે.ત્યારે ક્રિશ્ર્ના ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે આજે રોડ સેફટી વીકની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના સંચાલક તૃપ્તીબેન ગજેરાના માર્ગદર્શન તળે શાળા સ્ટાફે ધો.10 થી1,રના છાત્રો માટે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાયેલ હતુ સમગ્ર પ્રોજેકટમાં ટ્રાફિક શાખાના ઈલેશભાઈ પરમાર અને હિરેનભાઈ રાઠોડે માર્ગદર્શન આપ્યું હતુ. શાળાના બાળકોએ ફલાયઓવર, અંડરબ્રીજ, ઈલેકટ્રીક બાઈક, હેલ્મેટ, સાયકલ સાથે ટ્રાફિક નિયમનના વિવિધ ચાર્ટો બનાવ્યા હતા. નાના ભૂલકાઓએ અબતક સાથેની વાતચીતમાં તમામે ટ્રાફિક નિયમ પાળવા જણાવ્યું હતુ.

 અબતક મીડિયા દ્વારા નાના ભૂલકા સાથે લાઈવ ડિબેટ શાળાના તમામ વાલીગણે નિહાળી

કાર્યક્રમ ઉજવણીમાં 50 થી વધુ સુંદર મોડેલ સાથે ટ્રાફિક સેન્સ માટેનું નાટક પણ ઓનલાઈન રજૂ કરેલ જેમાં નર્સરીથક્ષ ધો.,ર સુધીનાં ,ર00થી વધુ વાલીઓ જોડાયા હતા. રોડઉપર તથા ચાર ચોકમા જે ટ્રાફિક નિદર્શનના ચિન્હો વિશે પણ બાળકોને જાણકારી અપાઈ હતી.આજના કાર્યક્રમમાં આર.સી.બુક, ઝીબ્રાક્રોસીંગ, રેડ-યેલો અનેગ્રીનલાઈન, પી.યુ.સી.જેવા વિવિધ પ્રશ્ર્નો બાબતે ટ્રાફિક શાખાના અધિકારીઓ એ માર્ગદર્શન આપ્યું હતુ. શાળાના ધો.1 થી 1,રના છાત્રો-વાલીઓ ઓનલાઈન કાર્યક્રમમાં પણ જોડાયા હતા.અબતક મીડીયા દ્વારા તેના ફેસબુક અને યુટયુબ જેવા સોશિયલ મીડિયામાં આ કાર્યક્રમનું લાઈવ ડિબેટ રજૂ કરેલ હતી જેને વિશાળ સંખ્યામાં શાળાના વાલીઓએ નિહાળ્યું હતુ ક્રિશ્ર્ના સ્કુલ ખાતે બાળકોને ઈત્તર પ્રવૃત્તિના માધ્યમથી વિવિધ સમજ કેળવવાના પ્રયાસોના ભાગ રૂપે આ આયોજન કરવામાં આવ્યું હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.