Abtak Media Google News

લો સ્કોરિંગ મેચ બનશે રોમાંચક, ત્રીજો ટેસ્ટ પાંચમો દિવસ નહીં જોઈ શકે

કેપટાઉન ખાતે ત્રિજો ટેસ્ટ મેચ હાલ રમાઇ રહ્યો છે જેમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ફરી પ્રથમ ઇનિંગમાં ભારત લો સ્કોર નોંધાવ્યો હતો. ભારતની તમામ ૧૦ વિકેટ  ૨૩૩ રન માજ પડી ગઈ હતી. ત્યારે લીડ મેળવવા ઉતરેલી આફ્રિકાની ટીમને ભારતીય બોલર જસપ્રીત બુમરાહ આઘાત પહોંચાડયો હતો અને આફ્રિકાની આધારસ્તંભ એવા એલગરને આઉટ કર્યો હતો. ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઇ ભારત પ્રથમ ઇનિંગમાં નાની લીડ લઈ ત્રીજા ટેસ્ટમાં પોતાનો કબજો મેળવવા માટે તનતોડ મહેનત કરશે.

એટલું જ નહીં ત્રિજો ટેસ્ટ મેચ પણ બીજા ટેસ્ટ મેચની જેમ લો સ્કોરિંગ બની રહેશે અને ખૂબ જ રોમાંચક તબક્કામાં જોવા મળશે. હાલની સ્થિતિને ધ્યાને લઇ લેજો ત્રિજો ટેસ્ટ મેચ લો સ્કોરિંગ રહ્યો તો આ તે પણ પાંચમો દિવસ જોઈ શકશે નહીં. હાલ ભારત માટે આ ટેસ્ટ મેચ જીતવો ખૂબ જ જરૂરી છે સામે પ્રથમ ઇનિંગમાં ઇજાથી બહાર આવેલા વિરાટ કોહલીએ એક માત્ર સારી એવી રમત દાખવી સદી ફટકારી હતી. સામે ભારતના બોલોરે પણ ઘાતક બોલિંગ પ્રદર્શન કર્યું હતું અને સાઉથ આફ્રિકા અને સૌથી મોટો ઝટકો આપ્યો હતો.

બીજા ટેસ્ટનો આજે બીજો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે અને સમય સુધી ભારત જે રીતે ઘાતક બોલિંગ કરી રહ્યું છે તે કરવામાં સફળ રહ્યું તો આફ્રિકા સંપૂર્ણપણે બેકફૂટ ઉપર ધકેલાઈ જશે અને ભારત માટે જીતવાની તક પણ ખૂબ જ પ્રબળ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.