Abtak Media Google News

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન એમ.વેંકટેશનની અધ્યક્ષતામાં રાજકોટના સફાઈ કામદારોના પ્રશ્નોના નિવારણ માટ બેઠક યોજાઈ

એમ.વેંકટેશને સફાઈ કર્મચારીઓની કોલોનીની પ્રત્યક્ષ મુલાકાત લીધી: સફાઈ કામદારોના પ્રશ્ર્નો હલ કરવા માટે તત્પરતા દર્શાવી

રાષ્ટ્રીય સફાઇકર્મચારી આયોગના ચેરમેન એમ.વેંકટેશનના અધ્યક્ષ સ્થાને રાજકોટના સફાઈ કામદારોના પ્રશ્નોના નિવારણ  માટ ેજિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, મ્યુ. કમિશ્નર અમિત અરોરા સહિતના અધિકારીઓ અને સફાઇ કામદારો સાથે બેઠક મળી હતી.

આ બેઠકપૂર્વે એમ. વેંકટેશને કસ્તુરબા માગ રઉપર આવેલા ગાર્ડન સ્થિત વાલ્મિકી ઋષિની પ્રતિમાના દર્શન કર્યા હતા. ત્યારબાદ સફાઈ કર્મચારીઓના ઠક્કરબાપાની કોલોની અને જામનગર રોડ સ્થિત વાલ્મીકિ વાડી ખાતે આવેલા નિવાસ સ્થાનોની મુલાકાત લીધી હતી. તેમના રજૂઆતો-પ્રશ્નોસાંભળ્યાં  હતા. ને તેમની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.  આ  સાથે તેમણ ેસફાઈ કામદારોના પ્રશ્નોનો હલ કરવા માટ ેતત્પરતા દર્શાવી હતી.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન એ કોરોના સામે લડાઇમાં સફાઇ કામદારોન ુંપણ નોંધ પાત્ર યોગદાન રહ્યું છ ેતેમ જણાવતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ સફાઈ કામદારોના પ્રશ્નોને પ્રત્યેક્ષ સાંભળીને તેનો હકારાત્મક નિકાલ થાય તે દિશામાં કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સફાઈ કામદારોના ઉત્કર્ષ માટે સતત પ્રયત્ન શીલ છે.

સફાઈ કામદારોને અનુરોધ કરતા વેંકેટેશન ેઉમેર્યું કે, વડાપ્રધાનના સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત ના અભિયાનને સાકાર કરવા આપણા ગલ્લી, મહોલ્લા અને શહેરને સ્વચ્છ રાખવા માટે પ્રયાસ કરવો જોઇએ. આપણુંશહેર સ્વચ્છ હશે, તો નાગરિકો પણ સ્વસ્થ રહેશે. સરકારે આપણા શિરે સ્વચ્છતાની મોટી જવાબદાર ીસોંપી છે. જેને ખુબ ચોકસાઇથી પુર્ણ કરવીઅ ેઆપણી નૈતિક જવાબદારી છે. સાથો-સાથ તેઓ અ ેવાલ્મીકી સમાજના લોકોને સફાઇના કામથી વિપરીત અન્યક્ષેત્રમાં- આગળ આવવા માટે પણ આહ્વાન કય ર્ુંહતું.

આ તકે સફાઇ કામદારોના પી.એફ., લઘુત્તમ વેતનની જોગવાઇ, કોમ્યુનિટી હોલ, મેડીકલરજા, આવાસ યોજના, કોન્ટ્રાક્ટ પ્રથા જેવા પ્રશ્નો ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સફાઇ સમયે માસ્ક, ગ્લોવ્ઝ સહિતની વસ્તુઓ કર્મચારીઓને પુરી પાડવા ઉપરાંત સફાઇ કર્મચારીઓનુ ંરેગ્યુલર મેડીકલ ચેકઅપ થાય તેની કાળજી લેવા માટે વેંકટેશને ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું.

કોરોનામાં અવસાન પામેલા રાજકોટ મહાનગરપાલિકાના નવ સફાઈ કર્મચારીઓના વારસદારોને નોકરીના આદેશ એનાયત કરાયા

કોરોના કાળમાં અવસાન પામેલા રાજકોટ મહાનગરપાલિકાના નવ સફાઈ કર્મચારીઓના વારસદારોને જિલ્લા સેવાસદન ખાતેની બેઠકમા ંકાયમી નોકરીના ઓર્ડર આ તકે મહાનુભાવોના હસ્ત ેઅપાયા હતા. જિલ્લા સેવા સદન ખાતેની બેઠકમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુ.કમિશ્નર અમિત અરોરા, જિલ્લા પોલીસવડા બલરામ મીના, નગરપાલિકા નિયામક આશિષ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ,  નિવાસી અધિક કલેકટર કેતનઠક્કર, સિવિલ સુપરિટેન્ડન ડો. રાધેશ્યામ ત્રિવેદી, ચિફ ઓફિસરઓ સહિતના અધિકારીઓ અને અગ્રણી સફાઇ સંગઠનના આગેવાના ેઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.