Abtak Media Google News

 

અબતક,વિનાયક ભટ્ટ,ખંભાળિયા

પશ્ર્ચિમ રેલવેની અમદાવાદની રેલવે ઇલેક્ટ્રીફિકેશન ટીમ દ્વારા ખંભાળિયાની ભાટીયા તથા ત્યાંથી ઓખા સુધીની 175 કરોડ ઉપરાંતના ખર્ચે આધુનિક રેલવે ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી પૂર્ણ થવા આવી છે.

તાજેતરમાં અમદાવાદ ઇલેક્ટ્રીફિકેશનના ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર એ.કે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ થયેલ આ કાર્યનું સી.આર.એલ. નિરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું તથા 110 કિ.મી.ની સ્પીડના બે ટેસ્ટીંગ પણ થયા હતા તથા આર.કે.શર્મા દ્વારા ઓ.એચ.ઇ. સિસ્ટમની તપાસ પણ કરાઇ હતી.

ગ્રીન ઇન્ડિયા પ્રોજેક્ટમાં ડીઝલ એન્જીનોને બદલે ઇલેક્ટ્રીક સિસ્ટમથી વાર્ષિક 100 કરોડ ઉપરાંતની બચત થવાની સંભાવના છે.ખંભાળિયા, ભાટીયા, ઓખા સુધી પ્રોજેક્ટ માટે સિવિલ, સિગ્નલીંગ, ટેલિકોમ, ઇલેક્ટ્રીકલ કાર્ય માટે 175 કરોડ જેટલી રકમ ખર્ચવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.