Abtak Media Google News

સાપ્તાહિક કે અર્ધ સાપ્ચોથી જાગીરતાહિક પેપર રજિસ્ટર કરાવી અને મોબાઇલ દ્વારા સોશિયલ મીડિયામાં વેબ ચેનલ બનાવી, જે કાયદાની ભાષામાં બીન અધિકૃત છે

અબતક, રાજકોટ

રાજકોટ સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટમાં બોગસ પત્રકારોનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજકોટના મીડીયાએ માહિતી ખાતા પાસે કાર્યવાહીની માંગ કરી છે. રાજકોટ શહેરમાં વેબ ચેનલના નામે ધતિંગ ચાલતા હોવાના અનેક સવાલો ઉભા થયા છે, જેમાં બોગસ પત્રકારો અનેકવાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં અનેક પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ પણ થઇ છે અને તેની સામે પોલીસે અટકાયતી પગલાં પણ લીધા છે પરંતુ સાપ્તાહિક અને અર્ધ સાપ્તાહિક ન્યુઝ પેપરના રજિસ્ટ્રેશન કરાવી અને તેજો ભયંકર રીતે ગેર ઉપયોગ ચાલી રહ્યો છે, ચાલતા બોગસ વેબ કેવી રીતે લોકોને છેતરે છે, સાપ્તાહિક કે અર્ધ સાપ્તાહિક પેપર રજિસ્ટર કરવી અને મોબાઇલ દ્વારા ત્રણે સોશિયલ મીડીયામાં વેબ ચેનલ બનાવી અને માઇક લઇ માર્કેટમાં ફરતા રહે છે જે કાયદાની ભાષામાં બિન અધિકૃત છે અને ફોજદારી ગુન્હાનું કૃત્ય કરી શકાય.

રાજકોટમાં હાલ સાપ્તાહિક અર્ધ સાપ્તાહિકના રજીસ્ટર કરાવી અને સોશિયલ મીડીયામાં વેબ ચેનલો બનાવી હાલી નીકળેલા પત્રકારો જેની સામે રાજકોટનું પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેક્ટ્રોનિક મીડીયા કેમેરામેન એસોસિએશનને લાલ આંખ કરી માહિતી ખાતામાં ફરિયાદ કરી સ્વરૂપી અરજી જો આમ જનતા આનાથી પીડિત હોય તો નીચેના પ્રેસ એસો.ની હોદ્ેદારોનો સંપર્ક કરી મદદ મેળવી શકે છે. આજે પ્રેસ એસો. રાજકોટના પ્રમુખ અશોકભાઇ બગથરીયા તેમજ અન્ય હોદ્ેદારો ભાવિન રાજગોર, ઝવેર રાવરાણી અને હર્ષ ભટ્ટી સહિતનાઓએ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

પ્રેસ એસો.રાજકોટના પ્રમુખ અશોકભાઇ બગથરીયાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાંક સમયથી સ્થાનિક તેમજ જિલ્લાઓમાં અને રાજ્ય કક્ષાએ ન્યુઝ ચેનલો વેબ ચેનલો અને સોશ્યલ મીડીયાના પ્રતિનિધીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેના રજીસ્ટ્રેશન અંગેની કોઇ ચોક્કસ માર્ગદર્શિકા અમલમાં નથી. પરિણામે સોશ્યલ મિડીયા જેવા કે યુ-ટ્યુબ, ફેસબુક વગેરે જેવા પ્લેટફોર્મ ઉપર સાવ ઓછી સંખ્યામાં ફોલોઅર ધરાવતાં હોવા છતાં મોટી સંખ્યામાં માત્ર મોબાઇલ અને બુમ જેવા સાધનો લઇ આવીને રાજ્ય સરકારના અગત્યના કાર્યક્રમો રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમોમાં અગત્યની ન્યુઝ ચેનલો અને પ્રીન્ટ મીડીયાના પ્રતિનિધિઓની આડે આવીને કવરેજ માટે અવરોધ ઉભા કરતાં હોય છે જ્યારે ખરેખર તેઓ કોઇ પ્રકારનું રજીસ્ટ્રેશન ધરાવતા નથી કે જેથી તેઓની સામે કોઇ પ્રશ્ર્નો ઉભા થાય તો કાયદાકીય કાર્યવાહી કરી શકાય.

Screenshot 8

તદુપરાંત આ પ્રકારના સોશ્યલ મીડીયામાં માત્ર લોગો બનાવી પત્રકાર હોવાનો દાવો કરતાં કહેવાતા પત્રકારો, કેમેરામેન રાજ્ય સરકારની જુદી-જુદી કચેરીઓમાં જઇ અસભ્ય વર્તન કરી અધિકારી, કર્મચારીઓને ધાક ધમકી પણ આપતા હોય છે. આને કારણે સામાન્ય જનતામાં માન્ય પત્રકારો વિશે ગેરસમજણ પણ ઉભી થતી હોય છે.

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી અને શહેર પોલીસ દ્વારા કેટલાંક સમય પહેલાં રાજકોટના પ્રીન્ટ અને ઇલેક્ટ્રોનીક્સ મીડીયાના માન્ય પ્રતિનિધીઓને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા હતા. જો આ પ્રકારના ઓળખ કાર્ડ સ્થાનિક કક્ષાએથી અપાય તો આ પ્રશ્ર્ન કંઇક અંશે હલ થઇ શકે તેમ છે.

રાજ્ય સરકાર કાયમી ધોરણે આ બાબતની કોઇ માર્ગદર્શિકા નિયમો કે પોલીસી નક્કી કરે તો સરકારના પ્રતિનિધીઓ રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ કચેરીઓ આમ જનતાને કંઇક અંશે માનસિક પ્રતારણામાં રાહત રહેશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.