Abtak Media Google News

 

1 માસ પૂર્વે પ્રભુતાના પગલા માંડનાર નવોઢાના મોતથી પરિવારમાં આક્રંદ

અબતક,રાજકોટ

વંથલીના બંટીયા ગામે ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતાં સારવારમાં રહેલા ચાર દિવસમાં સાસુ-વહુ બન્નેના મોત થતાં નાના એવા ગામમાં કણાંતિકા સર્જાઈ છે. ગત તા.6 ના રોજ નવોઢા દૂધ ગરમ કરતી હોય ત્યારે બાજુમાં પડેલો ગેસનો બાટલો ફાટતાં નજીક જ ખાટલે બેસેલા સાસુ તથા દિયર દાઝી જતા ત્રણેયને સારવારમાં જૂનાગઢ બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતાં જેમાં પ્રૌઢાએ તા.10ના રોજ સારવારમાં દમ તોડયો હતો જયારે નવોઢાએ ગતરોજના અંતિમ શ્વાસ લીધા હતાં. બનાવના પગલે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના વંથલીના  રહેતા કિરણબેન નંદીશભાઈ કોટડીયા (ઉ.વ.21)નામની  નવોઢા ગત તા.6 ના રોજ પોતાના ઘરે દૂધ ગરમ કરતી વખતે બાજુમાં રહેલો ગેસનો બાટલો એકાએક ફાટતા નવોઢા કિ2ણ તથા ત્યાં નજીક ખાટલા પર બેઠેલા તેના સાસુ જયોત્સનાબેન ગીરીશભાઈ કોટડીયા (ઉ.વ.55) તથા ગીરીશભાઈ કોટડીયા (ઉ.વ. આનંદભાઈ ગીરીશભાઈ કોટડીયા (ઉ.વ. 27) ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે પ્રથમ જૂનાગઢ બાદ ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાંહતા જેમાં ગત તા.10 ના જયોત્સનાબેને ચાલુ સારવારે દમ તોડી દીધો હતો અને ગતરોજ પુત્રવધુ કિ2ણે પણ અનંતની વાટ પકડી લેતા અંતિમશ્વાસ લેતા પરિવારમાં કલ્પાંત રાજયો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતાં હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહ કરી હતી. મૃતક કિરણના પતિ નંદીશભાઈના કહેવા મુજબ પોતે ખેતીકામ કરે છે અને સુરત માવતર ધરાવતી કિરણ સાથે લગ્ન થયાને સવા મહિનો જ થયો હતો તા.6 ના રવિવારે દૂધ ગરમ કરતી વખતે ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતાં માતા અને પત્ની બંન્ને ગંભીર રીતે ઘઝી જતાં પ્રથમ માતાનું મોત થયું હતું હજુ તેમની ઉતર ક્રિયા કરવામાં આવે એ પહેલા પત્નીએ પણ જીવનનો સાથ છોડી દઈ અંતિમ શ્વાસ લીધા હતાં. ચાર દિવસમાં માતા અને પત્ની બંન્ને ગુમાવનાર યુવક શોકમાં ગરકાવ થયો છે

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.