Abtak Media Google News

 

ભૂજ,ગીર સોમનાથના ડે. ડીડીઓની બદલી કરાઇ જયારે ચોટીલાના ટીડીઓને બઢતી અપાઈ

અબતક,રાજકોટ

રાજય સરકાર દ્વારા ગુજરાત વહીવટી સેવા (જૂનીયર સ્કેલ) વર્ગ-1ના ત્રણ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તાત્કાલીક અસરથી બદલી કરવામાં આવી છે.જયારે ચાર નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.ભૂજ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.ડી. પ્રજાપતિની આણંદ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

બનાવકાંઠા જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.બી.મકવાણાની ભૂજ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ડે. ડીડીઓ પી.એસ. બારૈયાની પાટણ જિલ્લા પંચાયતમાં બદલી કરવામાં આવી છે.જયારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા પંચાયત વિકાસ અધિકારી વી.આર. બારોટની બઢતી સાથે બનાસકાંઠા જિલ્લા પંચાયતના નાયબ વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે.

જયારે અરલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીડીઓ આર.એસ. પરમારની ગાંધીનગરના ગ્રામ વિકાસ કચેરીમાં નિમણુંક કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના સંગવડ તાલુકા વિકાસ અધિકારી આર.કે. મકવાણાની બઢતી કરવામાં આવી છે.તેઓનેગીર સોમનાથ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. જયારે આણંદ જિલ્લાના તારાપૂર તાલુકાવિકાસ અધિકારી જી.આર.બોરડને છોટાઉદેપૂર જિલ્લાના નાયબ વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. રાજય સરકાર દ્વારા 3 નાયબ વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.જયારે ચાર તાલુકાવિકાસ અધિકારીઓની બઢતી સાથે બદલીકરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.