Abtak Media Google News

ખંઢેરીમાં રમાઇ રહેલા બીજા મેચમાં મધ્યપ્રદેશ સામે ગુજરાતને પ્રથમ દાવમાં 57 રનની મહત્વપૂર્ણ લીડ

અબતક-રાજકોટ

રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ ખાતે ચાલી રહેલા રણજી ટ્રોફીના મેચમાં મેઘાલય સામે કેરેલાએ મહત્વપૂર્ણ લીડ હાંસીલ કરીને પોતાની જીત નિશ્ર્ચિત કરી છે. જ્યારે બીજા મેચમાં મધ્યપ્રદેશ સામે ગુજરાતને 57 રનની લીડ મળી છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડીયમ ખાતે ચાલી રહેલા રણજી ટ્રોફીના મેચમાં ત્રીજા દિવસે કેરેલાએ મેઘાલય સામે પોતાની જીત નિશ્ર્ચિત કરી છે. મેઘાલયે પ્રથમ ઇનિંગ્સમાં 148 રને ઓલ આઉટ થઇ ગયું હતું. તેના જવાબમાં કેરેલાએ પોતાની પ્રથમ ઇનિંગ 505/9 રને ડિક્લેર કરી હતી. કેરેલા તરફથી સૌથી વધુ પૂનમ રાહુલે 147 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે રોહન અને વત્સલ ગોવિંદે પણ શતકીય પારી રમી હતી તો મેઘાલય તરફથી ચિરાગ ખુરાના અને આર્યન બોરાએ 3-3 વિકેટ ઝડપી હતી તો મેઘાલય બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટના નુકશાને 77 રન પર પોતાની પારી આગળ વધારી રહ્યું છે.

ખંઢેરી ખાતે ચાલી રહેલી રણજી ટ્રોફીની બીજી મેચમાં મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

ગુજરાતની પ્રથમ ઇનિંગ્સમાં હેત પટેલની 72 રન, પ્રિયાંક પંચાલની 52, મનપ્રિત જુણેજાની 53 અને કરન પટેલની 54 રનની ઇનિંગ્સથી ગુજરાતે મધ્યપ્રદેશ સામે 331 રન ફટકારી મહત્વની લીડ હાંસીલ કરી હતી.

તો હાલ મધ્યપ્રદેશની બીજી ઇનિંગ્સમાં એક વિકેટના નુકશાને 13 રન બનાવ્યા છે.

ચેતેશ્ર્વર પુજારા ખાતું ખોલ્યા વગર આઉટ

1645263479784

રણજી ટ્રોફીમાં મુંબઇ અને સૌરાષ્ટ્ર વચ્ચે ચાલતા મેચમાં ચેતેશ્ર્વર પુજારાનું ખરાબ પ્રદર્શન જારી રહ્યું છે. મુંબઇ સામેની મેચમાં ચેતેશ્ર્વર પુજારા ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો.

મુંબઇએ પોતાની પ્રથમ ઇનિંગમાં 544 રનનો ખડકલો કરી દીધો હતો. જેના જવાબમાં સૌરાષ્ટ્ર 220માં જ તંબૂભેગી થઇ હતી. જેમાં મુંબઇના બોલર અવસ્થીના બોલ પર પુજારાને કોઇ જવાબ ન મળ્યો હતો અને તે પોતાનું ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. સૌરાષ્ટ્ર તરફથી સૌથી વધુ 61 રનની ઇનિંગ શેલ્ડન જેક્શને રમી હતી.

ફર્સ્ટક્લાસ ડેબ્યુમાં ત્રેવડી સદી ફટકારનાર શકિબુલ વિશ્ર્વનો પ્રથમ ખેલાડી

1645263479760

બિહારના શકીબુલ ગનીએ ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં સૌથી મોટી ઈનિંગ્સનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 22 વર્ષીય શકીબુલે મધ્ય પ્રદેશના અજય રોહેરાનો રેકોર્ડ તોડ્યો કગે. જેણે 2018-19માં હૈદરાબાદ વિરુદ્ધ 267* રન કર્યા હતા. બિહારે બીજા દિવસના અંતે 5/686 રને ઈનિંગ્સ ડિક્લેર કરી હતી.શકીબુલ (341)એ બાબુલ કુમાર (229*) સાથે ચોથી વિકેટ માટે 520 રનની ભાગીદારી કરી. મિજોરમે 3 વિકેટે 40 રન કરી લીધા છે. જ્યારે બરોડા સામે બંગાળે 24/1થી આગળ રમવાનું શરૂ કર્યું અને ટીમ 34.3 ઓવરમાં 88 રને ઓલઆઉટ થઈ છે. 5 ખેલાડીઓ ખાતું પણ ન ખોલાવી શક્યા. અતીત સેઠે 5 વિકેટ ઝડપી હતી. દિવસના અંત સુધીમાં બરોડાએ 5/144 રન કર્યા હતા. ટીમ 237 રન આગળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.