Abtak Media Google News

 

દીપકભાઈ બાબરિયા અને હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહેશે

સભ્ય નોંધણી ઝુંબેશ માર્ગદર્શન શિબિર પણ યોજાશે: ડાંગર,ત્રિવેદી, વોરા

 

અબતક રાજકોટ

આવતીકાલે રવિવારે બપોરે 2 કલાકે ટી.એન.રાઓ. કોલેજ બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ સામે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પાસે, શિલ્પન ઓનીક્ષ પાછળ, રાજકોટ ખાતે ડીજીટલ સભ્ય નોંધણી જુંબેશ અંગે માર્ગદર્શન અને સંગઠન અંગેની પરામર્શ બેઠક યોજાનાર છે. તેમ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરાએ જણાવ્યું છે Screenshot 4 52આ બેઠકમાં ઓલ ઇન્ડિયા કોગ્રેસ સમિતિના મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ અગ્રણી દીપકભાઈ બાબરિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજકોટ જીલ્લા સભ્ય નોંધણી ઇન્ચાર્જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ યુવાન અને તેજાબી વક્તા હાર્દિકભાઈ પટેલની ઉપસ્થિટીમાં મીટીંગનું આયોજન કરેલ હોય આ બેઠકમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર, પૂર્વ ધારાસભ્ય, 2017 વિધાનસભા ચુંટણી લડેલ ઉમેદવારો, પ્રદેશ કોંગ્રેસ હોદ્દેદારો – આગેવાનો, ફ્રન્ટલ- સેલ-વિભાગના વડાઓ, વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો, જીલ્લા પંચાયત સભ્યો, તાલુકા પ્રમુખો, તાલુકા પંચાયત સભ્યો, મહાનગરપાલિકાની ચુંટણી લડેલા ઉમેદવારો, જીલ્લા પંચાયત ચુંટણી લડેલા ઉમેદવારો, તાલુકા પંચાયત ચુંટણી લડેલા ઉમેદવારો, શહેર કોંગ્રેસ અગ્રણીઓ, જીલ્લા કોંગ્રેસ અગ્રણીઓ, સેક્ટર સંયોજકો, બુથ પ્રભારીઓ, જન-મિત્રો અને શહેરના તમામ શ્રેણીના વરિષ્ઠ આગેવાનો તથા કાર્યકરો આ શિબિરમાં ઉપસ્થિત રહેવા કોંગ્રેસ પરિવારને નિમંત્રણ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરાએ નિમંત્રણ પાઠવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.