Abtak Media Google News

રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન દ્વારા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને સ્ટાર્ટ અપ ડેમો ડે ની  ઉજવણી કરાઈ

અબતક, રાજકોટ

રાજકોટ એન્જિનિયરીંગ એસોસિયેશન દ્વારા ભક્તિનગર સ્થિત એન્જિનિયર એસોસિયેશન ઓડિટોરિયમ ખાતે “સૌરાષ્ટ્ર સ્ટાર્ટઅપ ડેમો ડે”ની ઉજવણી કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

આ પ્રસંગે કલેકટર અરૂણ મહેશ બાબુએ કહ્યુ હતું કે રાજકોટના ઉદ્યોગોએ ઈનોવેશન અને સ્ટાર્ટઅપની દિશામાં આગળ વધવુ જાઇએ. ઉદ્યોગોએ ઇનોવેશન-રિસર્ચનો વ્યાપ વધારવો જોઇએે. આપણા રાજકોટમાં આઇ.ટી પાર્ક, ઈન્ડિસ્ટ્રીયલ પાર્ક બનવું જોઇએ. આપણા વિદ્યાર્થીઓ માટે પણ ઈન્ડસ્ટ્રીઝને અનુરૂપ અભ્યાસ કરાવવામાં આવે છે. સરકાર દ્વારા લધુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પણ ઈનોવેશન અને સ્ટાર્ટઅપને સહાય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ વિવિધ ઉદ્યોગોમાં  પ્રત્યક્ષ કામ કરવાથી પણ ઘણુ વ્યવહારૂ શિક્ષણ મેળવી શકે છે.

Hubદેશના વિકાસમાં રાજકોટના ઉદ્યોગો ધણું યોગદાન આપી રહયું છે.આપણા બોલ-બેરીંગના લધુ અને સુક્ષ્મ ઉદ્યોગોનો વિસ્તાર ધણો મોટો છે.                                                                     આ પ્રસંગે આર.બી.આઇ.ના એકઝીક્યુટીવ ડિરેક્ટર એમ. નાગાર્જુને ઓનલાઇન પ્રવચન કર્યું હતું. સ્ટાર્ટઅપ અંગે નવા ઉદ્યોગકારોએ પોતાના ઇનોવેશન વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરાયુ હતું.આ તકે પરેશભાઈ વાસાણી -રાજકોટ એન્જિનિયરિંગ  એસોસિયેશનના પ્રેસિડન્ટ, વિશાલભાઈ હોલાણી-  હોલાણી બેરિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર, હિરન્મય મહંતા – આઇ હબ ના સી. ઈ. ઓ તથા રાજકોટ જિલ્લાના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.

ઔદ્યોગિક હબ બનાવવા ઈનોવેશન સ્ટાર્ટઅપ 1

લધુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક સહાય અપાય છે,  વિસ્તૃત માહિતી પીરસતા કલેક્ટર રિસર્ચ અને ઇનોવેશનને મહત્વ આપવું જરૂરી : પીજીવીસીએલ એમડી

પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. વરૂણકુમાર બરનવાલે કહ્યું કે આપણા ઉદ્યોગો કે કારખાનામાં આવતી મુશ્કેલી અને સમસ્યા માટે રીસર્ચનો આવિષ્કાર કરવો જોઈએ. રાજકોટ એ ઇન્ડસ્ટ્રીયલ હબ બને તે માટેના અનેક અવકાશો રહેલા છે. ત્યારે ઉદ્યોગોકારો અને વિદ્યાર્થીઓએ રીસર્ચ અને ઇનોવેશનને મહત્વ આપવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.