Abtak Media Google News

મેટરનીટી, સોનોગ્રાફી, એન્ડોસ્કોપી સહિતની આધુનિક સારવાર ઉપલબ્ધ

અબતક, રાજકોટ

રાજકોટના મવડી બાયપાસ રોડ, બાપાસિતારામ ચોકથી આગળ, મેઘાણી પરિવારની વાડી સામે, મવડી મુકામે આગામી તા.ર6મી ફેબ્રુઆરી શનિવારથી ગજાનન મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પિટલનો શુભારંભ થઇ રહ્યો છે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા આ હોસ્5િટલમાં સેવા આપનાર ડો. દિવરાજ એમ. રૈયાણી અને ડો. ધારા ડી. રૈયાણીએ વધુમાં જણાવ્યું હતું કે મવડી વિસ્તારના લોકોની સુખાકારી માટે અમો અમારી સેવાનું આ નવું સોપાન શરુ કરવા જઇ રહ્યાં છીએ.

Dsc 2425 Scaled

ડો. દિપરાજ મનસુખભાઇ રૈયાણી એમ.એસ. ની ડીગ્રી બી.જે. મેડીકલ કોલેજ અમદાવાદથી પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ ચાર વર્ષ થી પ્રાઇવેટ તેમજ સરકારી હોસ્પિટલમાં  સ્ત્રીરોગ નિષ્ણાંત તરીકે સેવા આપેલ છે.આ દરમ્યાન આશરે પ000 થી વધુ નોર્મલ અને જોખમી ડીલવરી સીઝેરીયમ સેકશનનો બહોળો અનુભવ છે. આ ઉપરાંત આશરે ર000 થી વધારે ગર્ભાશયની કોથળીના અને અંડાશયની ગાંઠના જટીલ ઓપરેશન નો બહોળો અનુભવ પ્રાપ્ત કરે છે.

ડો. ધારા ડી. રૈયાણી એમ.ડી ની ડીગ્રી એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ ગોંડલ સિવીલમાં પ્રસુતિ અને સ્ત્રીરોગ નિષ્ણાંત તરીકે સેવા આપેલ છે.

તેઓએ જણાવ્યું હતું કે, અમો ર6મી ફેબ્રુઆરી 2022 ના રોજ થી મવડી વિસ્તારમાં ગજાનન મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પિટલનો શુભારંભ કરવા જઇ રહ્યા છીએ. હોસ્પિટલમાં આધુનિક મેડીકલ ઉપકરણો જેમ કે સગર્ભા ઓ માટે 3-ડી, 4-ડી સોનોગ્રાફી મશીન, સ્ત્રીઓને લગતા રોગો જેવા કે માસીકની સમયસ્યાઓ અને ગર્ભાશય અને અંડાશય નેલગતી સમસ્યાનું પરીક્ષણ ઇન્ફર્ટીલીટી ડાયોગ્નોસીસ માટે લેપ્રોસ્કોપી તથા હાઇ-ટેક ઓપરેશન થીયેટરની સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત હોસ્પિટલમાં 24+7 અનુભવી ડોકટરોની ટીમ મેડીકલ અને પેશ મેડીકલ સ્ટાફ તથા લેબોરેટરી ના પરીક્ષણ એક જ સ્થળેથી મળી રહે તેવા આશયથી અમો હોસ્પિટલનો શુભારંભ કરવા જઇ રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.