Abtak Media Google News

કોરોના મહામારી બાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વખત યોજાઈ સેરેમોનીયલ પરેડ

અબતક-રાજકોટ

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં રાજકોટ પોલીસ હેડ કવાટરમાં અનેકવિધ કર્યો થયા છે.આત્મનિર્ભર નારી સ્ટુડિયો, હેલ્થ ડિસ્પેન્સરી ,ઘોડીયાઘર , ગાર્ડન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.આજે મેન્સ સલુંન શરૂ કરવામાં આવ્યા છે જેનો ઉદેશ્ય એક માત્ર છે કે અહીં થતી તમામ આવક પોલીસ વેલફેર ફંડમાં જમા થશે.

પોલીસ પરિવાર માટે હેડ કવાટર ખાતે અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે

ડિજી સાહેબ નો પરિપત્ર છે કે પોલીસ પરિવારજનો માટે વેલફેર માટે કાર્યો કરવામાં આવે જેના ભાગરૂપે આજે આ સલુંન શરૂ કરાવવામાં આવ્યું છે.હેડ ક્વાટર ખાતે રહેતા તમામ પોલીસ પરિવારજનોને ગેસ લાઈન માટે સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે.ટુક સમયમાં દરેક ઘરે આ સુવિધા શરૂ કરી દેવામાં આવશે.સાથેજ કોવિડ મહામારી બાદ પ્રથમ પોલીસ સેરેમોનિયલ પરેડનું પણ આજે આયોજન કરાયું હતું જેમાં ઉત્સાહભેર પોલિસ અધિકારી અને કર્મીઓએ ભાગ લીધો હતો.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ  ના અધ્યક્ષસ્થાને પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે સરમોનીયલ પરેડ યોજવામાં આવેલ જેમાં ખાસ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ , નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-1 પ્રવિણકુમાર , રાજકોટ શહેરના મદદનીશ પોલીસ કમિશ્નર ઓ તથા પોલીસ સ્ટેશન/બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઓ હાજર રહેલ.તેમજ  શહેર પોલીસ હેડ કવાર્ટરમાંજ પોલીસ કર્મચારીઓ તથા પોલીસ પરીવાર ને સુવીધા મળી રહે તે હેતુ થી પોલીસ હેડ કવાર્ટર મેન્સ સલુન” બનાવવામાં આવેલ છે જેનુ આજ રોજ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ  ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે.

તેમજ આગામી બે મહીનામાં પોલીસ લાઇનમાં રહેતા તમામ પરિવારને રાંધણ ગેસ પાઇપલાઇનની સુવિધા મળી રહેશે તેમ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ જણાવેલ હતુ.

રાજકોટ પોલીસ હેડ કવાટર ખાતે મેન્સ સલૂનને ખુલ્લુ મુકતા કમિશનર

Dsc 0226 Scaled

કોવિડ મહામારી બાદ આજે પ્રથમ વખત પોલીસ હેડકવાટર ખાતે સેરેમોનીયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું .સાથે જ રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતે મેન્સ સલુંન શરૂ કરવામાં આવ્યું છે .રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુર્ષિદ અહેમદે આ મેન્સ સલૂનને ખુલ્લું મૂક્યું હતું .પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે મેન્સ સલૂન દ્વારા થતી તમામ આવક પોલીસ વેલ્ફેર ફંડ માં જમા થશે.ઉલ્લેખનીય છે કે આજ સુધીમાં પોલીસ વેલ્ફેર ફંડ માંથી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગાર્ડન, પરેડ ગ્રાઉન્ડ,તાલીમ ભવન , ઘોડીયાઘર, આત્મ નિર્ભર નારી સ્ટુડિયો સહિત પોલીસ પરિવાર માટે અનેક કામો કરવામાં આવ્યા છે.પોલીસ કમિશ્નરે વધુમાં જણાવ્યું હતું કે હેડ ક્વાર્ટર ખાતે રહેતા તમામ પરિવારને ઘરે ઘરે ગેસ કનેક્શન માટે સરકાર માંથી મંજૂરી મળી ગઈ છે.ટૂંક સમયમાં તમામ ઘરે ગેસ કનેકશન પણ મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.