Abtak Media Google News
વેકેશનના દિવસો ઘટશે તો વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ સ્કીલ ડેવલપમેન્ટમાં કરવા અપીલ

કોરોનાના કપરાકાળ દરમિયાન સમાજના દરેક ક્ષેત્ર ઉપર વિપરીત અસર થઈ છે, તેમાં સૌથી વધુ ગંભીર અસર શિક્ષણ જગતને ભોગવવી પડી છે. ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણ વચ્ચે તાલમેલ બેસાડતા વિધાર્થીઓમાં લર્નીગ લોસની અસરના કારણે પાયાનું શિક્ષણ કાચું રહી ગયું છે. આ લર્નીગ લોસને સરભર કરવા માટે અને વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણ પ્રવાહ સાથે જોડવા માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને ઉનાળુ વેકેશન ઘટાડવા અપીલ કરવામાં આવે છે અને આ ઘટાડેલા દિવસોનો ઉપયોગ વિદ્યાર્થીઓના લર્નિગ લોસની ભરપાઇ કરવા અને તેમનામાં સ્કિલ ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે.

આ અંગે વધુ જણાવતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા એ પરિસ્થિતિના કારણે વિધાર્થીઓને શિક્ષણમાં મોટું નુકસાન થયું છે. આ નુકસાનને દૂર કરવા માટે શિક્ષણ વ્યવસ્થામાં ઘણા સકારાત્મક ફેરફારો લાવવા જરુરી બન્યા છે. લાંબા સમય બાદ હવે જ્યારે કોરોનાની પરિસ્થિતિ થાળે પડી રહી છે, વિદ્યાર્થીઓમાં પણ વ્યાપક રસીકરણના કારણે થયેલ સુરક્ષિત વાતાવરણમાં લાંબુ ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓને ફરીથી અભ્યાસની દિશાથી દુર લઈ જવાનું કામ કરશે. આમ પણ લોકડાઉન અને ઓનલાઇન લર્નિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ શાળાઓથી દુર ઘરમાં જ ખુબ લાંબો સમય પસાર કર્યો છે.

જો ઉનાળુ વેકેશન ઓછું કરવામાં આવે તો આ મહત્વના દિવસોનો ઉપયોગ વિધાર્થીઓના લર્નીગ લોસને દુર કરવા ઉપરાંત તેમનામાં રહેલા જુદા-જુદા કૌશલ્યોને યોગ્ય દિશા આપવા અને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે કરી શકાશે તેવું મારું માનવું છે. તાજેતરમાં જયારે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ દેશના પ્રથમ રાજય તરીકે જયાં સંપૂર્ણ પ્રત્યક્ષ શિક્ષણની મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમણે પણ કહ્યું હતું કે શિક્ષણમાં થયેલ લર્નીગ લોસને ઘટાડવા સૌ એ મહેનત કરવી પડશે. જો સરકાર આ બાબતે ઘટતું કરશે, તો વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્થિતિમાં ચોક્કસ સુધારો થશે.

આ માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કોર કમિટીના સભ્યોમાં મંડળના પ્રમુખ ડી.વી મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઈ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરિયા, મહામંત્રી પરિમલભાઈ પરડવા, મહામંત્રી પુષ્કરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદીપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા તેમજ મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, તેમજ ફી નિયમન કમિટીના સદસ્ય અજયભાઇ પટેલ દ્વારા શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારને ઘટતું કરવા અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.