Abtak Media Google News

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના વતની

સુતરના હિંચકા, ચંપલ નાળીયેરીના રેસામાંથી ગણપતી જેવી વિવિધ ગૃહ સજાવટની વસ્તુ બનાવી વેચાણ કરી કરે છે આર્થિક ઉપાર્જન

અબતક,સંજય દિક્ષિત, ઈડર

સાબકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના વતની કાંતાબેન હિંમતભાઇ પંચાલને જિલ્લા ઉધોગ કેન્દ્ર થકી વાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત 1.15 લાખની આર્થિક સહાય મળવાથી કાપડ વેપાર, સીવણક્લાસ, બ્યુટીપાર્લર, ભરતગુંથણ અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને આર્થિક રીતે પગભર બન્યા છે.કાંતાબેન જણાવે છે કે,  મારૂં પિયર કચ્છમાં છે અને ત્યાં હું ધોરણ સાત સુધીનો અભ્યાસ કર્યો છે. પોતાના પિયર કચ્છમાંથી ભરતગૂંથણનું કામ શીખી હતી.

લગ્ન પછી અહિં સંસ્થા દ્વારા ચાલત સીવણ ક્લાસમાં મહિલાઓને સીવણ શીખવાડીને પોતાનું  ગુજરાન ચલાવતી હતી. આ કાર્ય કરતા કરતા મને  સ્વતંત્રરીતે સીવણક્લાસ શરૂ કરવાનો વિચાર આવ્યો. પરંતુ આ સીવણ ક્લાસ શરૂ કરવા માટે મારી આર્થિક  સ્થિતિ સધ્ધર ન હોતી. જેથી મને મારા ઓળખીતા દ્રારા  જિલ્લા ઉધોગ કેંદ્ર હિંમતનગરની મુલાકત લેવા અંગે માહિતી મળી. જેથી હું જિલ્લા ઉધોગ કેંદ્ર  ખાતે ત્યાંના અધિકારીઓને મળી મારા વિચાર રજુ કર્યો અને ત્યાં થી  મને ખુબ સહકાર મળ્યો અને  સ્વતંત્ર સીવણ કલાસ માટે રૂ. 1.15 લાખની આર્થિક સહાય મળી.વધુમાં તેઓ જણાવે છે કે, પોતાના સ્વતંત્ર સીવણ ક્લાસ શરૂ કરી પોતે જ કાપડ ખરીદીને પોતાના સીવણ ક્લાસમાં આવનાર મહિલાઓને સીવણ શીખવાડે છે અને તૈયાર થયેલ સામાન બજારમાં વેપાર કરીને આર્થિક ઉપાર્જન મેળવે છે.

આ ઉપરાંત કાંતાબેન કાપડનો વેપાર,  સુતરના હિંચકા બનાવવા, ચંપલ , નાળિયેરીના રેસામાંથી ગણપતિ બનાવવા, શો-પિસની વિવિધ વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી મહિને 10,000/- થી વધુની  કમાણી કરૂ છું.સાથે મારા જેવી બીજી 10 જેટલી બહેનોને રોજગારી આપુ છું. આ બહેનો ઘરે બેઠા મહિને પાંચ થી છ હજાર કમાય છે. કાંતાબેન પોતાનો આભાર પ્રગટ કરતા જણાવે છે કે, ગુજરાત સરકારની  મહિલાલક્ષી યોજનાઓ  થકી આજે ગરીબ ઘરની મહિલાઓ પણ  સ્વ રોજગાર મેળવી આત્મનિર્ભર બની પોતાના પરીવારને આર્થિક ટેકો આપી આત્મસન્માન સાથે જીવી રહી છે.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.