Abtak Media Google News

મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ ક્વોલીટી ક્ધટ્રોલ સેલની નવી અદ્યતન લેબની મુલાકાત લઇ અધિકારીઓને તાત્કાલીક જરૂરીયાત મુજબની મશીનરી ખરીદવા કરી તાકીદ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે ક્વોલીટી કંટ્રોલ સેલ માટે નવી અદ્યતન લેબોરેટરી બનાવવામાં આવી રહી છે તેમજ જયુબેલી ખાતેના વર્ષો જુના ઇએસઆરનું (મજબુતીકરણ) કરવાની કામગીરી પણ હાલ ચાલુ છે. બંને પ્રોજેક્ટની કામગીરી પૂર્ણતાના આરે છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી.

Advertisement

વધુમાં મ્યુનિ. કમિશનરએ ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે ક્વોલીટી કંટ્રોલ સેલ માટે નવી બનાવવામાં આવી રહેલી અદ્યતન લેબોરેટરી માટે જરૂરી તાંત્રિક મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટ તાત્કાલિક ખરીદ કરવા માટે સંબધિત અધિકારીને સુચના આપી હતી. ક્વોલીટી કંટ્રોલ સેલ માટેની આ નવી અદ્યતન લેબોરેટરી અંદાજિત રૂ. 75 લાખના ખર્ચે બનાવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે વિજીલન્સ વિભાગની કામગીરી માટે લેબોરેટરી બનાવામાં આવી રહી છે.

જેમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ચાલુ તમામ સિવિલ કામોમાં વપરાતા મટીરીયલ્સનું ટેસ્ટીંગ જેમકે, સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી, કપચી, ડામર વિગેરેનું ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ થશે. ભવિષ્યમાં એનએબીએલ સર્ટિફિકેટ મેળવી રાજકોટ શહેરના અન્ય પ્રાઇવેટ સિવિલ પ્રોજેક્ટના મટીરીયલ્સ ટેસ્ટીંગ કરવાની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

જયુબેલી પમ્પીંગ સ્ટેશન ખાતે આવેલા ઇએસઆર કે જે આશરે 32 વર્ષ પહેલાનું બાંધકામ છે. આ ઇએસઆર ક્ધટેઇનરનું વોટર પ્રુફીંગ કામ હાલ ચાલુ છે અને પૂર્ણતાના આરે છે, જેનું અંદાજિત ખર્ચ રૂ. 64 લાખ છે. બંને ઇએસઆરની 5.4 એમએલની કેપેસીટી ધરાવે છે. જેમાં એપોક્ષી ગ્રાઉન્ટીંગ, માઈક્રો ક્રોંકીટ, મોડીફાઈડ મોટરથી જરૂરી પેચવર્ક, તળિયાનું આઇપીએસ તેમજ સમગ્ર સપાટી ઉપર ક્રુડ ગ્રેડ પ્રકારનું વોટર પ્રુફીંગ લેવલ કરવામાં આવેલ છે. આ કામગીરી કરવાથી ઇએસઆરની મજબુતીમાં વધારો થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.