Abtak Media Google News

મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારે મારા ઘર સામે કેમ ચંપલ નાખ્યા છે તેમ કહી ડખ્ખો કર્યો હતો અને આરોપીના પત્ની અને પુત્રીઓએ વૃદ્ધાને ચોટલો પકડીને માર્યા હોવાની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગત અનુસાર મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમા રહેતા  શારદાબેન મુકેશભાઇ પાચોટીયા (ઉ.વ.65) પોતાના જુના મકાને સાફ સફાઇ માટે ગયા હતા.આ દરમિયાન પોતાના મકાનના ફળીયામાં કોઇના જુના ચંપલ પડ્યા હોવાથી શારદાબેને તેને બહાર ફેંકી દીધા હતા. ત્યારબાદ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સામે રહેતા રમેશભાઈ રબારીએ પોતાના ઘર સામે કેમ ચંપલ નાખેલ છે. તેમ કહી  ઝઘડો કર્યો હતો. રમેશભાઈએ વૃદ્ધાને બે કટકે ગાળો આપી હતી.

ત્યારબાદ તેના પત્ની મિરાબેન અને બે પુત્રીઓએ શારદાબેનના વાળ ખેચી ઢીંકા પાટુનો માર મારી ઇજા કરી હતી. તથા જાનથી પતાવી દેવાની ધમકી આપતા શારદાબેન ચારેય વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.