Abtak Media Google News

ગુજરાતી ફિલ્મો ની જાણીતી અભિનેત્રી કોમલ ઠક્કર એ આજે કાન્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ વોક કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું અને ગુજરાત નું નામ રોશન કર્યું છે.

મુળ કચ્છની કોમલ ઠક્કરે અનેક ગુજરાતી ફિલ્મોમાં પોતાનો શાનદાર અભિનય આપ્યો છે.

આજે સમગ્ર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ગૌરવ અનુભવે છે કે ગુજરાતી ફિલ્મ ફ્રેટરનીટીની એક અભિનેત્રી કાન્સના રેડ કાર્પેટ પર વોક કર્યું હતું.

આ વિશ્વ વિખ્યાત ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે ફ્રાન્સના કાન્સમાં યોજાય છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી એક્ટ્રેસ-એક્ટરો લાઇનમાં ઉભા હોય છે. આ દરમિયાન ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને કાન્સમાં જવાની  તક મળી. એટલું જ નહીં તેને કાન્સ ફેસ્ટિવલ રેડ કાર્પેટ પર ચાલવાનો મોકો પણ મળ્યો. આ તક લાખોમાં એક ગણવામાં આવે છે. કારણ કે દુનિયાભરની ઘણી ભાષાઓની હિરોઈન માંથી માત્ર પસંદ કરેલી અભિનેત્રીઓને જ ત્યાં પહોંચવાનો મોકો મળે છે.

Whatsapp Image 2022 05 27 At 11.29.56 Am

કાન્સમાં પહોંચવું જેટલું મુશ્કેલ છે, ત્યાં રેડ કાર્પેટ પર ચાલવું વધુ મુશ્કેલ છે. કારણ કે તેના માટેના નામ અને તૈયારીઓ પહેલેથી જ નક્કી હોય છે. પરંતુ કોમલ ઠાકર એ માટે પ્રયાસ કર્યો અને કોમલ ઠક્કરને સફળતા પણ મળી. કોમલ ઠાકરે કાન્સમાં ભારતીય પેવેલિયન અને ત્યાંની ટીમને જાણ કરી કે તે રેડ કાર્પેટ પર ચાલવા માંગે છે. તે કિસ્સામાં, જી.કે. દેસાઈજીએ અને FICCI ઓરગેનિઝશન તેમની મદદ કરી. આ વોક માટેના નામો સામાન્ય રીતે પૂર્વ-નિર્ધારિત હોય છે. ઉપરાંત રેડ કાર્પેટ પર ચાલવા માટે ખૂબ જ ઊંચી ફી ચૂકવવી પડે છે.

Whatsapp Image 2022 05 27 At 11.29.58 Am

સૌથી સારી વાત એ છે કે કોમલ ઠક્કરએ કહ્યું કે મેં હિન્દી ફિલ્મોમાં  પણ કામ કરી ચુકી છું, પરંતુ જો હું વૉક કરીશ તો હું ગુજરાતી અભિનેત્રી તરીકે વૉક કરીશ, કાન્સના આયોજકો સંમત થયા.ગુજરાત માટે આ અવસર બહુ મોટી સિદ્ધિ ગણાય છે.કોમલ ઠક્કરે પહેરેલી સાડી નિકેતા ઠાકર (ભારત) દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.અને જ્વેલરી મોના ફાઈન જ્વેલરી (લંડન) તરફથી ડિઝાઇન કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.